પહાડો નથી નડતા [કાવ્યા ગજલ]
===================
ગજબની ચાલ સમયે ચાલી
મરવા નું રણ હશે છોડ્યુ ખાલી

મઝધાર નું નાંવ કિનારે ડૂબે
કર્ણને શ્રાપ અંત સમયે નડે

કુપળો અવિરત અવાજ કરે
તારી લીલામાં સુકાં પાન ખરે

ઝીણું ઝીણું દળી સંકેલાય લીલા
જમાનો જોતો રહે ગતી ના ચીલા

ભારણ માં ભોગવ્યા ખુશી ના ભાવ
દર્દના દેવામાં બચતે રહ્યો ઘાવ

ગજબની ચાલ સમયે ચાલી
મરવા નું રણ હશે છોડ્યુ ખાલી

સફર ના ચરણને ચાલવા રસ્તા ખુલ્લા
મોતને કોદી પહાડો નથી નડતા……..પ્રહેલાદભાઈ પ્રજાપતિ