Latest Entries »

પરિબળનો બધો બળ [ ગઝલ ]
==========
પરિબળ નાં બળ રહ્યાં સબળ
બહાર ન ભીતર મળ્યાં અકળ

જીવન વહેવારની પળે પળ
સોકળ પડી જે કડી કડી વળ

નવુ નવુ શોધે સમજણથી
ફરી ફરી ને રોજ અવતરે

દસે દિશાએ પરખાણી
કથાઓ બોલે અજનબી

અજનબી ,પરખાતી રહી
ખબરની જતનો છાવરી

સરકે પાણી બન્ધ મુઠીએ
ભરતી આવે પટ છોડી ને
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

આદત માથે લીધી [ ગઝલ ]
=========
માપ તોલ ગઝલ કે કાવ્યો ખબર નથી
જૈ ચડી ઉચ્ચક લખાણે આદત અમથી

હુ મને માપવા કે સરાણે ઉતરવા નહી
જીવન્ત રાખવા ને કવિતા સફરને વરી

પાછા જાવાને એમના મારગનો હેતુ ન્હોતો
ખોટો તો ખોટો જીવવા આદતનો મોકો લીધો

ઉદ્ભવતા વિચારો નોધવા ડાયરી લીધી
તંદુરસ્ત વિસ્તારો નાથવા કાગળે નોધી

કાચો કમળ કાચી માટી ચાકે ફરતો કરી
લીધી સમજ પાકી જાણી બોલે ગજલે અહી
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

સમય ની સાથે ચાલ [ ગઝલ}
============
કન્ઠ ઘરડો થયો એકજ ગીતે
થયો મધ્પૂડો વધી,એકજ ગાણે

તારવી નીચોવી સુકવી પોતડી
રંગ તાણે વાણે રન્ગાઇ પોતડી

જાણવુ અઘરું ભીત પાછળ ઓગણૂ
ભીત ભેદ ભરી રાખ પાછળ ન્હોરવું

ફળિયું ઘરને પુછતુ ગીલી દન્ડાનું
ઘસાતું કલમેં શૈશવું ઓફીસે મંડાણું

સન્જોગે ટીપાઈ જે ઝળહળે
ભલા મ્હેકે ફૂલે સુગંધ સમ એ

દુરદ્શાએ જ દીધો પરવાનો
સૈયમ થી સમયને વર્તવાનો
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

ચીંતા [ગઝલ ]

ચીંતા [ગઝલ ]
==========
જીવતો સળગે ઘરની શાખે
આફતો વરમાળ ભયની ભાખે

વણ ધુમાડે અગ્નિ ફૂકે
ભડકે બાળે અદ્રશ્ય વેગે

કાચાં કમળ ઉઠે નિભાડે
ઝાળે અગન બાળે તુમારે

દ્રષ્ટિ પારની દિશા ભણાવે
સ્થુળતા ઉતરે વિના ઘસારે

મતિજ નગરની ચોમેર વાળે
અતૂટ અંદરની તૂટે જમીરો

બટકા ખાતી લવરી કરતી
ફરતી ચૌદીશ મળી દળતી
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

ફરી શરુ કરો [ ગઝલ]
=========
કેવું ઘર ચણી બેઠા ?
દીધું તન રહેવા ને

ઉતર્યા મોભ,રસ્તે
મળ્યા ક્ષોભ રસ્તે

કરમની વાવણી કેવી ?
સફરને એકલી ઘેરી

ભૂલ્યા ત્યોથી શરુ કરો,
એકડે થી ગણવામો

અનુભવો લઇ જશે
મંઝીલે પહોચવામો
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

આવેગ [ ગઝલ ]
============
આવેગ ધરાર ધ્રુજાવે
પ્રસન્ગ જણાય ધૂણાવે

શાન્ત્ત જળ જ્યાં વમળાય
ધ્રુજાય પત્થર ત્યાં કળાય

તૂટ્યા પછી નાં મહેલ
બન્યા ચર્ચાએ આદર્શ

રુઝાયા પછી નો ઘાવ
દિશા દર્દ નો દેખાવ

સબ્ધો ના નક્સે ઘર બાધે
વળી ટાંગે ઓળખ દિવાલે

અદનો પ્રવાસ ખેડે સફરે
નમળે ખુદને ખુદના માટે
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

સહજ મો ઢ્ળવાનુ [ગઝલ ]
==============
ક્યો સુધી સમજસુ યુકતી ની ભાષામાં
જીન્દગીને વશ થસુ ને રાખશુ નશામાં

થવાનુ હતુ સામેજ હતુ થવામો
શત્રુઓ મળી આવ્યા હતા સભામો

પ્રતિકાર સરકી ગયો હવામો
લ્હેણુ નથી સફળતા વરવામો

અજાણે અમસ્તી મળી જવામો
હયાતી, ખબર રાખે સભામો

ડગલાં ભરાતાં રહ્યા સફરમો
કોઈક ચલાવતું રહ્યું સફરમો

ખબર છે કેટલુક ચાલવાનુ ?
અન્ત પાસે સહજમો ઢળવાનુ
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

મુજમાં રહ્યું પડી [ ગઝલ ]
=========
ઘન ઘોર વાદળ પડે વર્ષા
જળની વર્ષે ગઈ ઝળોજથા

તપાવે સુરજ ધરતી
વર્ષા ઠારે રજ ઘરની

લીલીસમ ચાદરની અનુભુતિ
બોલે ઈશની મળતી જ સાબિતી

ન શ્ક્યુ કોઇ એમ પામતું તને
કસ્તુરી મ્રુગ જેમ દોડતુ મળે

બધુ ખુદમાં રહ્યું પડી
અન્ત કાળને વર્યું અહી
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

બન્ધ ઓખો ની શક્તિ [ ગઝલ ]
===========
શક્તિ શાળી બન્ધ ઓખોની શક્તિ
ગન્ધારી ઓખ ખોલી ન વેડફે શક્તિ

ભુલી શકાતી નથી જાણી કરેલ ભૂલ
માફી ? સજાભોગવિ થાવું કબુલ કૃત્ય

જીન્દગી જીવવાના ઘણાય સહારા
મરીને જીવવુ, જીવીને મરવુ બે કિનારા

તરાપા અફળાતા કિનારે તણાતાં
બચાવી મઝધારે કિનારે તણાયા

ઇશ્વરેય જન્ગલો ખુદયા વેઠ્યા દિન માઠા
ભાવતુ મળે ભોજન હોય બારે ગ્રહ દાતા

શક્તિ ની માપણી ખુદની આગવી
ઇશ્વરી દર્શન,ન જાતરાની માગણી
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

અણગમતા મહેમાન [ ગઝલ ]
==========
વોચી મૌનના શબ્દ
ભાષા ઓળખે ગર્ભ

ભાષા વિચાર નદી
ધોધ માથે પઘડી

હુ પણાની વેદના
ભાર શેઢાનો વેઢારે

ભરોસાનુ આવરણ
મુઠીઓ બોન્ધે બન્ધ

મહેમાન કરે વાળું
દરવાજે ધરે તાળુ
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

Follow

Get every new post delivered to your Inbox.