Category: ગીત


વેળા વેળા ની છોયડી [ ગીત ]
============
લસરતી ખળ ખળ વહેતી
વેળા સરકતી ઝીણૂ ઝીણુ દળતી

કિરણ હવામો કોતરતી
ઘડીયાળ કોટે ફરતી
કાળને કોઠે સમય મોઝે ઉછળ્તી
નીત સુરજ સવારીએ નીકળતી

પહેરેગિરિ સફરની કરતી
વેળા વેળાની વાત કહેતી
વેળા જન્મારો ખૂંદતી
વેળા વેળાની છોયડી
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

દુનિયાદારી [ ગીત ]
==============
ગયું સમ્રાજ્ય રાતનુ ખોલે દ્વાર પરોઢ્
કૂકડાની બાંગે ઉઠે સવાર
ને માંડે દુકાન

રોજમદારીએ સંભાળી કમાન
આઠે પહોરનો ઉતારી થાક
મનસુબો દોડવા તૈયાર

ધોરિયે ખન્ખેરી આળસ
ખેતરે માંડ્યો પલાણ
મોભી માથે ભાર
લૈ જોતરાય ઘર

ભરી મુઠીઓ રોપે ચાસમાં
અરમાનો ખેડતો
વાવણીના કોલે બન્ધાય
દીકરીના આણે
ઉણ પકવસુ પ્રસગ
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

અજાણે નિશાનો પડે [ ગીત ]
=========
તિમિરનૂ ધણ એકાન્ત ચરે
નિકળે કળુ ધુમ્મસ ફરતે
પકડી પાલવ રાતનો

વિખુટી પાડી ધણથી સીમને.
શોર બકોરનો થયો રકાસ,
સરીયામ. ખેતર શેઢે

એકજ રન્ગમાં ચોપાસ ,
પહેરો ભરે અન્ધારે આવાસ.

ચોકી પહેરો ભરવા,
નિકળ્યા છીયે દુનિયાદારી ઓઢી

રાતના અન્ધારે કયોક આગીયા
જબુકે, ને રસ્તાના અણસારો મળે

અન્ધારાં પીવાની ટેવ
ખરે અજાણે નિશાનો પડે
વાહ રે કુદરત તુ મને ત્યોજ મળે
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

દિકરાને વહુ ગમે [ ગીત ]
======
સમજે દર્દ બાપનુ દીકરી
દીકરો ” માં’ની ” ગોડીયા દોરી
પ્રેમ રેલાય
આવ જાવ ના હિલોળે

દીકરો તસ્વીરે ફરે
” માં ”ને નિશાની ગમે
ફરતુ “મા” નુ હેત ભમે
નવોઢા પ્રેમની દિશા બદલે

દિકરાને વહુ ગમે
“મા” ની નિશ્વાર્થ સેવા પ્રતીક્ષા કરે
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

સ્વાદ ની ખબર [ ગીત ]
================
અરમાનો હકીકત ના આધારે
પાલવ હરખાય વચન સથવારે
મનસુબા મોજીલા સુબા ત્યારે
ઉભરાવાની ભાષા હવાડો બોલે

ઉછાળે સગપણ હેતના ઓવારે
કૂદતું જેમ મ્રુગ શોધે કસ્તુરીને
સ્વપ્નું ખુદ્દારીમાં,ખરી જઈ ને
ભેદ ખુલ્યા પરપોટે ફૂટી જઈ ને

સ્વાદ ની પહેલેથી,ક્યો ખબર પડે
પાક્યા પછી સ્વાદની દિશા જડે
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

ઉઠ્યો વાવણી નો વરાપ [ ગીત ]
=============
વાવણી નો ઉઠ્યો વરાપ ઉભા મોલમાં
પાણી ઉપરથી ખેચાયાં ઉભા ચાસમાં
શમણાના વાવેતર ધોરિયો ઉગાડે હળોતમાં
ઢગની આશે ખળૂ ઉપણાય સુપડામાં

વાવણી નો ઉઠ્યો વરાપ ઉભા મોલમાં
હળુ હળુ ગાડુ આવે ભોર ભરી નેળિયામાં
સીમ ઠલવાઈ પાદરે મનસુબો ઘર માંડવામાં
પગથારે આયખુ દોડે,ભાતીગળ ભવની કિનારમા

સ્વપ્નો ઉગ્યાં અનરાધાર આશના વરસામાં
વાવણી નો ઉઠ્યો વરાપ ઉભા મોલમાં
બળદો ના ગુન્ગરે પથરાતુ વૈકુઠ ખેતરમાં
શ્રાવણના છરવટી છાંટે ભાગી તરસ મીઠાસમાં

પાણી પીએ દિવસો,ઉનાળી તરસ લૈ સાથમાં
વાવણી નો ઉઠ્યો વરાપ ઉભા મોલમાં
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

બાંધ્યો બન્ધાઉ નહી [ગીત ]
===========
શબ્દો નૂ ખેડાણ લગણી ના દ્વારે
ભાવ અભાવની ભાવના વરતારે

કયોક આછી પીળી છાંય
ક્યોક ઘનઘોર ઘટા ન્હાય
શાબ્દોની સરવાણીમાંય
અર્થો હદયનાં ઊંડાણે માપાય

ઢોળાય ભીનાશ ભાવની ,
વર્તારા ખેતરે ખેતરે દેખાય
મોલ ઉભો મનખાનો,
જીવતરનો સેઢો ઉભરાય

શમણાંનાં દરબાર ચીપે
બાજી સજાવવી બાગમાં
એકલે હાથે રજવટુ ખેડવા
ની, બાંધી જમાતમાં આપે

જન્મારાને એવો બાંધુ,
છુટ્યો છુટે નહી ચાસમાં
આયખાના આંકડા ખીલે
બાધુ બન્ધાઉ નહી ગાસમાં
===પ્રાહેલાદભાઈ પ્રજાપતિ

વલીયા તારા વેશ [ ગીત [
===========
વલીયા તારા વેશ દીઠા
વલીયા તારા વેશ દીઠા
ગોકુળ ગામથી ગયો છુટી સીમ ભેળાણી
મથૂરાના મારગ છુટ્યા હેય કાનજી રુઠ્યા
ગલીઓ ગુન્જી દ્વારિકાની શુન મૂન આવી બેઠા

વલીયા તારા વેશ દીઠા
વલીયા તારા વેશ દીઠા

પ્રભાતિયાં નરસિહ ગાય ને ઝેર પીએ મીરાંબાઇ
શામળશહ ના વીવહ , કુવરબાઇ નુ કરે મામેરુ ભાઇ
હુન્ડી સ્વીકારી આપે રોકડા કર્મે નથી કોઇ કઠણાઈ
પન્ચાળી, ને તો સાડીઓ ભરપૂર આપે ભાઈ

વલીયા તારા વેશ દીઠા
વલીયા તારા વેશ દીઠા

જઈ અર્જુનની આગળ બેઠા, વચને બન્ધાઇ
કુરુક્ષેત્રની લડાઇમાં દીઠા શશ્ત્રો સાથે ન સગાઇ
માટીખાતાં મુખમાં દીઠા જસોદાને કેવી સમજાઈ
તારી લીલા તુજ જાણે ગાયો બાંધી તૂ,ન,બન્ધાય

વલીયા તારા વેશ દીઠા
વલીયા તારા વેશ દીઠા
=== પ્રહેલાદભાઈ પ્રજાપતિ

ચાલતા નહી જવાય [ ગીત- ભજન ]
===============
ચાલતા નહી જવાય….રે… ભાઇ….
હે….ભાઈ….. ચાલતા નહી રે જવાય..
એકલા જવાનુ..રે.. ભાઇ…..
એકલા જ … જવાનુ….
કોઇ સાથ કે નહી સંગાથ…
હે….ભાઈ….. ચાલતા નહી રે જવાય..
સગપણાં છૂટ્યો ને થયાં અજણ્યાં
હે ભાઇ સગપણાં છૂટ્યો ને થયાં અજણ્યાં
માયા મેલી, કાયા મેલી..

હે.. ભાઇ છોડી ચાલ્યા ઘર બાર
મારુ તારુ અહીયો રહે ભાઇ
હવે ના મારગે રહ્યો એકલો ભાઇ

હે….ભાઈ….. ચાલતા નહી રે જવાય..
વૈતરણીએ ઉતરો ભાઇ
હે.. વૈતરણીએ ઉતરો ભાઇ….
નહી વહાણ, નહી નાવડુ
રે… ભાઇનહી વહાણ, નહી નાવડુ ભાઇ
કરમની કેડીઓ તરસે..રે…
ચાલતા નહી જવાય….રે… ભાઇ….
હે….ભાઈ….. ચાલતા નહી રે જવાય..
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

વાલાની વાંહળી વાગે [ ગીત ]
=========
વાલાની વાંહળી વાગે
બહાવરુ મારુ મન જાગે

વ્હાલો ઝુલે હીન્ડોળા ખાટે
માત યસોદા દોરી ખેચે

સુતાં સુતાં જગને જાણે
બંધ ઓખે નીંદે હરખે
જતુ આવતુ હાલરડુ મલકે
જગને ઝુલાવતો ખુદ ઝુલે

વાલાની વાંહળી વાગે
બહાવરુ મારુ મન જાગે

નંદ ઘેર આનંદ ઉછળે
મામા નુ મોત ભમે
ઝુલણાં ઝુલતાં શીખે
જગતાત પરણે ઝુલે

વાલાની વાંહળી વાગે
બહાવરુ મારુ મન જાગે

ગોકુળ ની ગોપી ને મથુરાનો કાન
નંદની ગાયો ભોભરે યશોદાને દ્વાર
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

Follow

Get every new post delivered to your Inbox.