Category: મુક્તક


સીમા રેખાઓ [ મુક્તક ]
===========
જુવાની કોઈનો મોભો નાત,જાત,કે ધર્મ,પૂછતી નથી
સીમારેખા મનોદશા માનવની જ બાંધે નાત જાતની
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

વાહ વફાદારી વાહ [મુક્તક ]
========
પક્ષ કે વ્યક્તિ ને વફાદાર ને મજા
દેશ કે દેશ હિત વફાદાર ને સજા
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

माँ का गम
========
माँ को बच्चा बड़ा कोनेकी कोई ख़ुशी नहीं
बल्कि उसके जीवनमेसे दिन कम होनेका गम है
===प्रहेलाद्भई प्रजापति

બળાપો [મુક્તક]
======
આ બળાપાને બારી બારણાં હોત તો શું જોઈતું હતું
આ સફરના છોડને ઉછેરવામાં આફતો ન હોત તો શું જોઈતું હતું
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

ધૂળ પર લીંપણ [ મુક્તક ]
====
લગણીઓ ઢોળાઇ ઉમરના હલાણે
આયખુ પહોચ્યુ સફરના પોલાણે
સત્ય સમજાયુ “આખુ” નુ સન્ધ્યા ટાણે
ધુળ ઉપરનૂ લીમ્પણ પડ્યુ ‘તું પનારે
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

ગીતાફ્ળ [મુક્તક]
=======
ગીતાએ ઉપદેશ માત્ર કર્મ કરી સુખી રહેવા કર્યો
કીન્તુ ફળ પામવા વંશ આખોય ઝુરી ઝુરી મર્યો
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

ગઝલ – કવિતા [મુક્તક ]
========
ગઝલ મિલન પહેલાની
કવિતા મિલન પછીની
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

સમબ્ધોની પ્રવાહિતા [ મુક્તક]
==============
બટકેલી ડાળ ઝાડ પર હતી તેમ રાખવી કઈ રીતે ?
કડવા થયેલા સંબંધોમાં મીઠાસ ક્યાંથી લાવવી ?

એક પાણીજ એવું છે કે ઓગળી નીકળ્યા પછી જગા પૂરે
સંબંધોની પ્રવાહિતા શું ખડક જેવી છે ? કે બધું સંગ્રેહ કરે
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

વિચાર [ મુક્તક ]
==========
મનની સૂપડીએ ઝાટકી
ભાવોને વિચારોથી મઢ્યા

અર્થોની હોડ્લીએ ઉકાળી
શબ્દો કાગળ ભાણે પીરસ્યા
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

સ્વાર્થ નું મુલ્ય [ મુક્તક ]
[સ્વાર્થ નાં સગા વહાલાં ]
=========
વિશ્વાસઘાત ,દગો, છળ કપટ,પ્રપંચ ,બેવફાઈ, એ સગપણ નાં સાથી છે
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

Follow

Get every new post delivered to your Inbox.