Latest Entries »

દુનીયામો ચોરી ચારે કોર……………………ગીત
================
દુનીયામો ચોરી ચારે કોર
દુનીયામો ચોરી ચારે કોર
વાલ્મોથી રતી ચોરે સોનીડો પણ ચોર ,
ગજ કપડે ખીસું ચોરે દરજીડો પણ ચોર
દુનીયમો ચોરી ચારે કોર ,
દુનીયામો ચોરી ચારે કોર
વ્યાજની કમાણીમાંથી મુદલ ચોરે ,શાહુકારો પણ ચોર
તોલ માપ માં  ઓછું તોલે વેપારી [ગાંધીડો ] પણ ચોર
દુનીયામો ચોરી ચારે કોર
દુનીયામો ચોરી ચારે કોર
વાત માં  થી વાત  ચોરે આ, કવીઓ  લેખકો પણ ચોર
ઘર્મ માં  ધાડ પાડી  લક્ષ્મી ચોરે , સાધુ સંતો  પણ ચોર
દુનીયામો ચોરી ચારે કોર
દુનીયામો ચોરી ચારે કોર
એકબીજાનો , રાજ ચોરે , અરે , રાજાઓ પણ ચોર
રૈયત , રૂઠે , કર ચોરે , આ ,પ્રજા  ,પણ છે ચોર
દુનીયામાં  ચોરી ચારે કોર
દુનીયામાં  ચોરી ચારે કોર
માખણ ચોરે , મટકી ફોડે ,હતો  કનૈયો પણ ચોર
દ્રોપદી ને વસ્ત્રો પૂરે ગોપીઓનાં વસ્ત્રો ચોરે,કાનજી ચોર
દુનીયામાં  ચોરી ચારે કોર
દુનીયામાં  ચોરી ચારે કોર
વર રાજા ની મોજડી ચોરે લગ્નોમાં સાળી પણ ચોર
નણદ ભોજાઈ નું ,સુખ  ચોરે,બેનડીયું છે પણ ચોર
દુનીયામાં  ચોરી ચારે કોર
દુનીયામાં  ચોરી ચારે કોર
આંખ મિલાવી નજરો ચોરે રંગીલા પ્રેમીઓ ચોર
માં બાપથી ઝૂઠા બહાને પ્રેમીને મળે યુવતીઓ ચોર
દુનીયામાં  ચોરી ચારે કોર
દુનીયામાં  ચોરી ચારે કોર
ઓવેર ટાઇમ નાં બહાને બોસ સાથે મિલન,
પત્નીથી છુપાઈ પતિની રંગ રેલીઓ ઓફીસ
જુઠા વચને નેતા પ્રજા ભરમાવી ચૂંટણીએ વોટ ચોરે
ખડ્ડુસ કર્મચારી કામ ચોરે મફતનો પગારે જાત ચોરે
ન્યાયાલયે ન્યાયાધીસ પક્ષપાતીએ ન્યાય ચોરે
દુનીયામાં  ચોરી ચારે કોર
દુનીયામાં  ચોરી ચારે કોર
=== પ્રહેલાદભાઈ પ્રજાપતિ

મારી બચપણ ની યાદ [સ્મૃતિ-૧- ]
======================
ગામડા ગામનો એક માધ્યમ કુટુંબ નો રહેવસી.ગામ નાનું અને નદી થી થોડે દૂર આવેલું .લગભગ બે ધર્મ ના લોકો , હિંદુ અને મુસલમાન . અને મુસલમાનનો માત્ર ૪ [ચાર] જ ઘર હતો .અને ઈતર કોમ હિંદુઓ ની હતી .જેમો ચૌધરી [ઓજણા] ,હતા. ઓજણા અટક જરા જૂની લાગે અને ચૌધરી સારી લાગે,આનો પણ એક ઇતીયાસ છે, જેનો ઉલ્લેક અહી નથી કર્યો .ઓજણા નો વ્યવસાય મુખ્ય ખેતી નો, ઢોર ઢોખર રાખી ખેતી કરવાનો છે. કેટલાક બળદ, ભેસ નો લે વેચ નો ધંધો કરતા ,કોઈ કરીયાણા ની દુકાન ધરાવતા , ગામમો બળદ ગાડો ચાલતો હતો.રસ્તા કાચા રેતાળ ને ઉબડ ખાબડ હતા.ખેતરેથી ઘાસ [ચારા ] નો ભોર ગાડે ભરી ને લાવતા એક બળદ થી ચાલતા એકા પણ હતા. જે અત્યારે પણ જોવા મળેછે .આ ચૌધરી જાતી ગામ પર વહીવટ નો હક રાખતી.ગામમો ગામપટેલ નો રીવાજ હતો. આ વાત હું પોચેક દાયકા પહેલોની કરુંછું. ગામમો વીજળી નહોતી દીવા,ફાનસ,  કે કોડી યા  થી ચલાવવું પડતું.ગામ કોઈ ધોરી માર્ગ થી જોડાયેલું નહોતું .કોઈ વાહનો ની કસી અવર જવર નહોતી.અને બીજી કોમમો, સુથાર,લુહાર, કુંભાર,રબારી,દરજી ,ભંગી,હરીજન,સેનમાં,સિંધી,મીર, મુહલા,ઠાકોર ,વાણિયા,રાવળ,તુરી ,તરગાળા ,ભીલ ,આ જાતિના લોકો વસતા હતા . આ બધો થઇ ને આખા ગામ નો ઘર આશરે તણસો થી વધારે નહોતો .પરતું એ વખતે બધીજ કોમ નો લોકો સંયુક્ત કુટુંબ ની ભાવના વાળો હતો.અને એ રીતે ભેગો રહેવા ટેવાયેલો હતો .હજી વિભક્ત કુટુંબ ની ભાવના ધીરે ધીરે ગામમો પગ પેસારો કરી રહી હતી.છતો
ઘર્મો વડીલો નું માન હતું.સન્માન જળવાતું હતું. અને કોઈ એટલો બધો વિભક્ત કુટુંબ નો પવન ફુકાયો નહોતો હજી શરૂઆત હતી.
ગામડા ગામમો એક કુટુંબ મો જો ચાર કે પોચ ભાઈ બહેન હોય તો વડવાઓ ની જમીન મો ખેતી કરી ગુજરાન કરતા જો કોઈ વિધવા બહેન હોય તો તે વડવાઓની જમીન પર ખેતી કરાવતી અને સાથી ભાગીયા રાખી ને ખેતી કરતી.અને પોતે ઢોર ઢોખર, ગાય ભેસ રાખી નેદૂધ, દહીં, ઘી વેચી ને ગુજરાન કરતી . એ જમાંનામો ડેરી નો કોઈ વિકાસ થયેલો નહોતો .વલોણે ઘી બનાવી , બાજુ ના નાના શહેરમો દુકને વહેચવા જતા નહી તો ગામમો વાણીયા ને ત્યો ઘી આપી ને બદ્લમો ઘર નું  કરિયાણું સમાન ,ગોળ .મરચું ,મીઠું,લાવતા, એ વખતે દવાખનાં પણ નહોતો ,એટલે ગામમો વૈદો આવતા અને અર્યુવેદીક દેસી દવાઓ આપતા .જો શહેરમો જાય તો ત્યો બધું મળી રહેતું , હટાણું કરી સોજે ઘેર આવતા , પગે ચાલી ને પોચ સાતકિલોમીટર જતા અને આવતા. વધારામો માથે વજન ઉચકી ને જતો આવતો . એ જમાનાની વાત છે જયારે પોચ ધોરણ સુધી નો અભ્યાસ ચાલતો હતો , અને આમ તો ગાયક વાડી ના વખત ની શાળા ઓ ચાલતી હતી .એક મોંટો  લોબો ઓરડો ઉપર પતરો અને નીચે લગભગ લીંપણ વાળો ફ્લોર . ત્રણ બાજુએ બંધ ને આગળનો ભાગ લોખંડ ના સળીયાથી ઉભી જાળી. અને એક દરવાજો ,તે પણ જાળી વાળો છુટું ઢાળ વાળું લાકડાની પટ્ટી ઓ ઉપર ઉભું રહેતું બ્લાચ્ક બોર્ડ જે આજે ક્યોક ક્યોક સત્કાર સમારંભ ,કે રીસેપ્શન હોલ મો હોય છે , અને એક બીજો જેને અમેં  ધર્મ શાળા [પડાળી ]કહેતા જો વરસાદ ની ઋતુ હોય તો  ત્યાં બેસતા, બાકી તો બહાર લીમડા નીચે જૂદ જુદા જુદા ઝાડ નીચે બેસતા. બધાજ વર્ગો માટે બોર્ડ નહોતો . તેઓને મુખ થી ને ચોપડી મો જોઇને ભણાવતા .અહી એક શિવજી નું મંદિર હતું ,એ પણ એકજ કમપાઉંડ મો હતું. આ કમ્પાઉંડ કોઈ દીવાલ ની નહોતી , પરંતુકોટલીક કાંટાળી  વાડ થી ઘેરાયેલું હતું. અને એક મોટું છીંડું હતું , જેને બે બાજુએ લાકડા ની થોભ્લી થી રસ્તો કરેલો હતો .જે ને અમે દરવાજો કહેતા .અમારે દરેક વર્ગ મુજબબગીચા સોપેલા હતા, જેમો દરેકના પોતાનો ફૂલછોડ ઉગાડતા અને તેની માવજત દેખ ભાલ ,પાણી આપતા  જેનો બગીચો અને છોડ સારા હોય તેને શાબાશી નુંઇનામ આપવામો આવતું .એ અમારી ખુલ્લી શાળા ની જહો જલાલી હતી.
જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ વસ્તી મો વધારો થતો ગયો .ગામ મો નાના બાર [12] આશરે મોલ્લા હતા, જેમો ચૌધરી [ઓજણા] ની મુખ્ય વસ્તી હતી. કુંભાર ,સુથાર, લુહાર, ઠાકોર, રાવળ, ગોયજો,હરીજન,તરગાળો,તુરીસેનમાં,ભંગી,ભીલઅનેમીર,દરજી ,રબારી [દેસાઈ ] ,ને મુસ્લો રહેતો હતો .સાતેક મહોલ્લા એકબીજા નાના મ્હોલ્લાથી જોડાયેલા હતા ,બે ગોસાઈ એટલેકે [બાવાજી] ના ઘર પણ હતા .રબારી વાસ ને નેસડો કહેતા જ્યો ઘેટો,બકરો ,ગયો રાખવાના વાડા હતા. આ બધો ને કોટળી વાડ થી કવર કરેલી ,અં દર  એક છીડું રાખતા જ્યો થી અંદર જઇ આવી શકાતું ,
ગામ મો લોકો પોતાની અટક પ્રમાણે કામ કરતા , જો દરજી હોય તો કપડો સીવે , લુહાર હોય તો ખેતી નો ઓજ બનાવે , કે મકાના બોધ કામ મો વપરાતો સાઘનો બનાવે સુથાર હોય તો ખેતી નો ઓજાર બનાવે અને મકાન બોધ કામ મો બારી બારણો,હળ વગેરે બનાવે ,લાકડા ની, કોતરણી વગરેનું કામ કરે, કુંભાર હોય તો ખેતી મકાન બોધકામ, કે કારીગરી નું કામ કરે અને માટી નો વાસ ણો   ઇંટો , નળીયો , કુંડા , માટીનો રમકડો, વગેરે બનાવે .હરિજનો ખરતી ના કમમો મ્દ્દ્કરે તથાપોતાનું કામ , ચામડાનું કોસ કુવામોથી પાણી કાઢવા નું તથા પગરખો બનાવે, આ બધી જાતી ના લોકો નો હિસ્સો રહેતો જે ખેતી કામ કરતા હોય અને તેમનાજરૂરિયાત ની સેવા જે તે વર્ગ પૂરી ક્ર્રતું . એટલે સૌને પોતપોતાના ગરાકો હતા, જેને ગરાકવટી કેવામો આવતી આ બધો ના પોતપોતાનો નામો હતો .જેવો કે
પચાડું, લુહારું . દલવાડું,ઘરાકવટુ ખેવામો આવતું. જયારે ખેડૂત ને ત્યો ખેતર મો અનાજ ની કોસમ પાકવાની થાય ત્યારે તેઓને ખેતર મો બોલકી વાઢેલ પાકના બોધેલા પૂળા નક્કી કરેલ હિસાબ મુજબ આપવા મો આવતો જે તો ભારા બોધી માથે ઉપાડી તેમના ઘેર લઇ જતા. અને ગામ ની બહાર ખાળામો એકઠો કરતા જુદીજુદી જ્ગએથી લાવી ને એકઠો કરી ને ત્યોજ અનાજ ને ઘાસ જુદું પડતા ,એટલેકે , લણતા ,ગાણતા અને એ રીતે અનાજ લેતા ને ઋતુ પ્રમાણે તેમનો હિસો લઇ ગુજરાન કરતા ,
કુંભારકે જેઓ ને આવી કોઈ ઘરાક વતી નહોતી, ખેતરે ખતરે જી ને પ્ચાળો લેવાની, તેઓ ખેતી ખુદ કરતા હતા .અને માટી કામ કરતા હતા. માટી કામ મો ઇંટો પડવી માટીનો વાસણો બનાવવો ,નાળીયો,બનાવવો ,કુંડો ,કોડીયો,માટી નો રમકડો પાણી ભરવાના ગડા,દુણી, મોરિયા ,માટલો, વગેરે ગડવાનું કામ કરતા હતાઆ પ્રોડક્ટ, તેઓ વેચતા હતા ઇંટો મકાન બનાવવામો ,માટીનો વાસનો ઘરમો, લોકો વાપરતા હતા ,ઘરાક વટી હતી પરંતુ અવસર પ્રસંગે ગણેશ માટલુ લેવાઆવતા જેને બીજી ભાશામો મહા માટલું કહેતા જે ના બદલામો ઇનામ રાજી ખુશી થી એક જોડી કપડો આપતા આવો વહેવાર ચાલતો હતો .કુમ્ભારો પણ ઢોર ઢોખરરાખતા હતા .જે આજે પણ ગામડામો રાખે છે ,ઈતર કોમ કે જે ,બીજા ને ત્યો સાથી પાનું કરતી અથવા ખેતી મો મજુરી કરવાનો ભાગ રાખતા હતા ,જેને સાથી ભજ્યા કહેતા હતા .સાથી જે લોકો રહેતા હતા તેઓ બાર માસના વરાડે,ભાવ થી કામ કરતા હતા,જેઓની સમય યાદ રાખવાની પદ્ધતિ ,અષાડી,બીજ થી બીજી અષાડી બીજ સુધી, અથવા ,દિવાળી થી આવતી દિવાળી ,એમ સમય ના કરારે કામ કરતા હતા ,બદલામો અનાજ ,કપડો ,ને પૈસા આપતા હતા .
ઠાકોર સમાજ ના લોકો ચોકી ફેરનું કામ કરતા , તથા અવસર પ્રસંગે કોઈ ની જન [લગ્ન] એક્ગમ થી બીજે ગામ જતી તો સાથે ચોકી પહેરો કરવા જોડે જતા અને બદલામો જાનમો મહેમાન ગીરી કરતા અને ઇનામ ધોતિયું કે સાડી લેતા, ગામ ની ચોકી પહેરાનું કામ પણ તેઓ જ કરતા .ચોકી પ્હેરાનો હક તેમનો જ રહેતો . મને અત્યારે કદાચ યાદ છે કે એ વખતે ચા અને કીટલી ની શરૂઆત થઇ હતી,એમનો પગરણ થઇ ચુક્યો હતો .અને છતો ચા પીવી એ એક કુટેવ ગણાતી એક બીજાને ત્યો અવસર પ્રસંગે જવા આવવાનું થતું ત્યારે નાસ્તામો શિરમણી નો વહેવાર હતો ચા પાણી નો નહી ,અને અત્યારે કોઈ ને ઘેર મળવા જાય છે તો ચા પાણીનો વહેવાર છે .નાના બાળકોને સવારે દૂધ આપવાનો રીવાજ હતો , અત્યારે ચા ,કોફી,બોર્નવીટા,આપેછે .જેમો દૂધ ની માત્રા ઓછી હોય છે . માત્ર મોટેરા ઓને જ ચા પીવાની આદત હતી.ના ણો ના ચલણ મો પાઈ ને ઢબુ પૈસા નું ને આના , ચલણ હતું. એમો વળી કાણીયા પૈસા પણ હતા.એક પૈસા બરાબર સોળ પાઈ આવતી હતી .મોટો ઢબુ પૈસોતો તાંબાનો હતો કોઈને પાથર ની જેમ મારી શકાતો. એક રાની સિક્કા નો રૂપિયો ચાલતો હતો .જે ની કિંત અત્યારે એકસો થી વધારે ઉપજે છે . સોળ પાઈ નો એક આનો , આઠ પાઈનો બે પૈસા ,અને ચાર પાઈનો એક પૈસો મળતો હતો .સોળ આનાનો એક રૂપિયો મળતો હતો .નોટો નું ચલણ ગામમો ઓછું હતું ,અને જે પણ હતું થે એક, બે, પાંચ, દસ ,કે સો રૂપિયા નું હતું. જે આજે દસ વીસ ,પચાસ, સો,પાનસો,ને,હજારનું છે ,.સીજ પણ નોટોની મોટી હતી .
માથે ટોપી,ફળિયું ,પાઘડી, કે ફેટો બોધવા નો રીવાજ હતો ખુલ્લા માથે નીકળવું એ એક અપશુકન ગણાતા,જો કોઈ ખુલ્લા માથે સામે મળે તો લોકો તેને ટોકતા હતામાથા પર ટોપી કે રૂમાલ બોંધી ને નીકળવા નું કહેતા. જો કોઈ નવોઢા સ્ત્રી હોય તો મોટો ઘુઘટ ઓઢી ને નીકળ તું હતું. આ ઘુઘટ છાતી સુધી નો હતો ,અને જો કોઈઆધેડ વાય ની સ્ત્રી હોંય તો તે તેનાથી મોટેરાઓને લાજ કાઢી ને નીકળતી , આ લાજ ને લોકે રમુજ મો તણ જાતની કહેતા. ઘુટીયું.દોતીયું ,ને તરસ ટીયુ .તરસ ટીયુ .શબ્દ ડોસીઓ માટે વપરાતો. જે માથા પર પાલવ હોય પણ અડધું માથું ઢોકેલું ને પાછળ બરડાનો ભાગ ખુલ્લો દેખાતો . દોતિઉ જે આધેડ વાય ની સ્ત્રીઓ ને તેઓ એક ઓખે જોઈ શકે એ રીતે માથાનો પાલવ મોઢા આગળ રાખતી બંને બાજુ ના કાન ઢોકેલા અને એક ઓખે જોઈ શકાય એ રીતે માથાનો પાલવ મોઢામો બે દોત વચે પકડતી . કુવારી બહેનો ને ઓઢણી ઓઢવાનો રીવાજ ચાલતો હતો ,સ્ત્રીઓ ને પાટલી વળવા નો રીવાજ ઓછો હતો , ચીપ્તીઓ લેવાનો
રીવાજ હતો .પુરુસો ધોતિયું ને ઓગળી પહેરતા જે આજે અત્યારે રબારી સમાજ મો ફેરે છે .બાળકો ચડ્ડી ને પહેરણ પહેરતા .પહેરણ અમલમો આવી ચુક્યો હતો . ખેસ ને માથે પાઘડી રાખતા હતા, ખેસ પહેલો પછેડી નો રીવાજ હતો .જેની પાઘડી મોટી તે સમાજ મો વટદાર કહેવતો અનેએક બીજી પણ આજે કહેવત છે કે પાઘડી નો વળ છેડે ,
ગામમો દુની લઇ ને માગવા નો વહેવાર હતો.જેના ઘરમો છાસ વારો હોય એટલેકે જે દિવસે વલોણું કર્યું તેના ઘેર થી લોકો છાસ મફત્મો જ માગી જતા ,અને કોઈપૈસા લેતું પણ નહી .સવારે લોકો દુની લઇ નીકળતા છાસ ઉગરાવવા. આમ અવસર પ્રસંગે પણ છાસ ભેગી કરવામો આવતી ,ગામ મો દુણી લઈને નીકળવું એ એક લાશન રૂપ ગણાતું .એટલેકે જે ની પરિસ્થીતી સારી ન્હોય તે વા લોકો જ આમ છાસ માગવા નીકળતા .અરે એ તો ઠીક પણ સવારે પરોઢ મો વલોણાનો આવજે લોકો જાગતા ઘેર ઘેર ગનટિ ના અવાજ સમ્બ્લાતા . સ્ત્રીઓ વહેલી ઉઠી દળણો દળતી અને આજે પણ નરસિંહ મહેતા નોપ્રોઢીયોનો ભજનો જે ગાય છે એ તે વખત નો છે, ગેસ ને છાસ ની યાદ આજે પણ આવે છે . ઉની ઉની ગેસ ને છાસ નો સ્વાદ આજે જોવા મળતો નથી માત્રતેની મહેકની યાદ આવેછે બન્ટી કે કુરી ના તોદ્લા ની ગરમ ગેસ ને ઠંડી છાસ ની સુગહ્નધ કાનમાં ગણ ગણે છે .

     પ્રસ્તાવના
===========
  મૂળ પ્રહલાદભાઈ સિદ્ધપુર તા. ના  નાગવાસણ ગામે  માદરે વતનમાં ઉગ્યા – મારી ખુશ નસીબી છે કે આવા સુંદર વિચારશીલ વિનયી અને આ પ્રસ્તાવના લખતા બેવડો આનંદ
એટલા માટે છે કે જીવનના મૂલ્યો અમારા કોઈ વિદ્યાર્થીએ તો સાર્થક કર્યા ખરા ;;; આ પ્રસન્ગે
વાચક મિત્રોને એકજ સલાહ હતચીત્ત થી શાંત અને સમજીને કાવ્ય પઠાણ કરવાથી જીવનના ગૂઢ અર્થ અને મૂલ્યો સમજાશે તેવી અભ્યર્થના  સાથે
પ્રહલાદભાઈના કવિતા સંગ્રહમાં ગુજરાતી સાહિત્યના દિવ્ય ભાસ્કર સમાન અલગ કેડી દોરી બતાવી છે , આત્મા પરમાત્મા, જન્મ, મરણ , ફુલમાલી ,મોહ ,માયા,દર્દ ,જીવન ની કાશમકશ ,જીવન ,કફન ,લોકશાહી ,ટોળાશાહી ,ભૂકંપ ,જન્મારો ,જેવા અનેક વિષયો પર કવિએ સંપૂર્ણ પ્રકાશ પાડવાની કોશિશ કરી છે , છેવટે માણસ શું માંગે ,? ડો ગજ જમીન  છેવટે જન્મારો દાવ ખેલી તેજી મંદીની વાત કરે છે
પરહેલાદભાઈની કથા વ્યથા સાહિર લુધિયાન્વીની વ્યથા સાથે મેળ ખાય છે  સાહિર હંમેશ
દુઃખ વ્યથા ઉપર પ્રકાશ પાડતો , એક ચાહકે પૂછ્યું શું આપને સુખના ગીતો નથી આવડતા ?
ત્યારે  સાહિરનો  જવાબ હતો ,,,,,,,,,,,,,,
                               હમ ગમ જદા કહાંસે લાયે
ખુશી કે ગીત દેંગે વહી
જો પાયેંગે અક્સર જહાંસે હમ
પ્રહલાદની ગૂઢ અર્થવાળી કવિતાઓને પામવા બીજા હૃદય ની જરૂર ખરી ,મિર્ઝા ગાલિબ ની
કવિતાઓનો અર્થ વિદ્વાન અને બુદ્ધિજીવીઓ પણ સમજી શકવા સમય લેતા ,એટલે જ તો ગાલિબે કહ્યું છે .,,,,,,,
યા રબ વો ન  સમજે  હૈ
બાત હૈ  દે ઔર દિલ ઉનકો
ન હૈ મુજકો જુબા ઔર
હે  પ્રભુ લોકોને મને સમજવા માટે બીજું હૃદય આપ એથી એજ અર્થ નીકળે કે , રે ,,,,,,,,,
                  ‘  પ્રહલાદ તું બ્રહ્માંડમાં સમાયો કે ભ્રામન્ડ તુજમાં ?     ‘
પોતાના મૃત્યુ સુધીની સફર ની ઓળખમાં  સુન્ય પાલનપુરીની જેમ પોતાની કબરને જીવનનું
પ્રતીક બનાવી જીવન હતું એમ સાબિત કર્યું ,,,,,,,,,,,,
‘ મારી  મઝાર મારી ફનાનું સૂચક નથી
ઓ  બેખબર એ મારા જીવન નું નિશાન છે ‘
પ્રહલાદભાઈ  પણ ,,,,,,,,,,,,,,,,
                     ‘ કોઈ એકાંત અતરંતમાં જવાનો પ્રયાસ
જન્મારાનો અતીત માં રહેવાનો  પ્રયાસ ,,,,,,,,,,
‘ નાશવંત  બધું પ્રહલાદને  પૂછયા કરે
શું કર્યું  તેમે ? તમારા ?  બીજા માટે ?,,,,,,,,,,,
આગળ કવિ કહેછે  કે ,,,,,,,,,,,,
                    ‘ મોહ છોડ મળશે મુકામ જરા તપાસ કર ‘
દર્દ ને કવિ પોતાની વ્યથા સાથે જીવન માં વણે છે  .
દર્દ એ  સુખનો દરિયો છે  પ્રહલાદ ને  દર્દ વિના ફાવતું નથી એટલેજ તો સુખમાં દર્દ ની નિશાની લઈને ફરે છે ઘોડિયાની દોરી કબર સુધી ખેંચવાની આદત પડી છે  . પ્રહલાદભાઈ
લાશને  કફનના સંબંધ સ્મશાન સુધી બ।તાવી   ,જીવનની વેદના મારું મારું કરનારને ચેતવે છે
ભારતની  લોક શાહી માટે પણ કવિ પ્રહલાદ લખે છે કે ……………..
” દુબળી    બિચારી   લોકશાહી   ભોગવી    રહી    લાચારી
કણસી રહી ,ડુસકા ભરી રહી ટોળાં શાહીની આ લોકશાહી ”
કારણ  અત્યારે તે ટોળાં શાહીની ગુલામી ભોગવી રહી છે  , મોઉન એક એવી જીવન ને પલટાવવાની બાઝી છે ,જે શુન્યાવકાસ સરજે છે  . તેમાં ઓળખ શું  આપી શકાય ? આખરે
કવિ કહેછે કે ,,,,,,,,,,,,,,,,,,” જાગના  હો  જાગ લે
અફલાકે   સાયે  તલે
ફિર -પડા સોતા રહેગા
ખાખ કે  સાયે તલે ”

તું માલિક છે માત્ર ,,,,,  બે મીટર જમીનનો ?
           ”આ જન્મારો જીવનને દાવ પર લગાડી તેજી મંદી કરે તે કવિની કલ્પના દાદ માગે છે ”
પ્રહલાદભાઈના સંગ્રહમાં જીવન નો ગૂઢ અર્થ , કવનમાં વ્યથા , પ્રેમ લીલા કે પ્રેમલીના શાયરાની અંદાજની વાત નથી પણ જીવન નું નરવું સત્ય અને મનુષ્યને બદલવાની હાકલ છે
આશા છે ધ્યાન થી આ કવિતાઓનો આસ્વાદ માણવા બીજા  હૃદય સાથે વાચકો વિચાર માણસે અને અનુભૂતિ કરશે    ..
ફઝલુદીન   આઈ  સૈયદ। …
રિટાયર્ડ।  પ્રિન્સિપાલ ; એમ જે મોમીન કિશાન હાઈસ્કૂલ ,સમોડા ,તા, સિદ્ધપુર ,ડી , પાટણ
એડવોકેટ  ; સેશન્સ કોર્ટ , પાટણ .

.

આવકાર

આવકાર
=======
શબ્દો સાથે સવેંદનાનું કામ લેતા કવિ ; પ્રહલાદ પ્રજાપતિ
કોઈપણ સર્જક નો સીધો પરિચય તેનું સર્જન આપે છે સર્જન નો પ્રકાર કોઈ પણ હોઈ શકે સર્જન એ અંત; સ્ફુરણા નો આર્ત નાદ હોય છે સર્જન સ્વયંભૂ હોઈ શકે અને પ્રેરિત પણ હોઈ શકે સુંદર આલ્હાદ્ક ઉત્ક્ટ સંવેદના જેમની કવિતાઓમાં ભારોભાર પ્રકટ છે ,તેવા પરિપક્વ કવિ શ્રી પ્રહલાદભાઈ પ્રજાપતિના સર્જનનો આસ્વાદ કરાવવાની તક પ્રાપ્ત થતા હું ગૌરવ અનુભવું છું.

ભીતરની દીવાલોમાં ખીલા ઠોકીને
સપનાં મેં ટાગી દીધા જગા જોઈને

પ્રહલાદ પાણીમાં મુઠ્ઠીઓ ભરે-તરે
પાણીનું કદ માપવાનો પ્રયાસ કરે

ત્યાગવા જેવું અને આપવા જેવું ફળ ક્યાં છે ?
હવે વિચારોને ક્યાં દરરોજ ફૂલ આવે છે ?

વહેતા જળની ધારામાં કોરો મુલવાયો છું
પ્રહલાદ હંમેશા મૃગજળ પીવા ટેવાયો છું

સંવેદન શીલ કવિની અપ્રકટ કવિતાઓ ની ઉક્ત પંક્તિઓ તેમની અસરકારકતાનો સંકેત આપે છે આ કાવ્ય ગ્રંથ ની અપ્રકટ ગદ્ય-પડ્ય કવિતાઓનો આગવો રોમાંચ છે। એનો આગવો
લાય છે આછાંન્દ કવિતાઓના ઝુંડ માંથી પ્રકટ થતું નીરવ સર્જન માનવીય સંવેદનાઓનો ઝંકૃત કરે છે ટોડ મરોડ ભર્યા સંવાદો લાય બદ્ધ રીતે પ્રેરેક બન્યા છે કવિની સર્જકતામાં સાંપ્રત પ્રવાહો સાથે સંવેદનાના તાલમેલ નો અભાવ પ્રગટ થાય છે તો ક્યાંક આક્રોશ વ્યક્ત થાય છે બીબા ઢાળ સતત -એકધારી ક્રિયાઓના પરિણામે જિંદગીના શ્વાસે શ્વાસ અનુભૂત થતી લાગણીઓ અને એના પ્રતિકારની સવેંદના પ્રહલાદ પ્રજાપતિની કાવ્ય રચનામાં જોવા મળે છે આ બળાપો કવિના મૂર્ધન્ય કવિ શ્રી સ્વ. કવિ શ્રી રાવજી પટેલ ની કવિતા ઘરઝરૂખો સાથે સામ્યતા ધરાવે છે,
આદત ગઝલ ગઝલની આદતોને પરિપૂર્ણ કરે છે નકશો ,ઉતારો ,જમાનો સુધરી ગયો જેવી ગઝલોના માધ્યમ થી કવિએ સંવેદનાને આત્મ સાત કરીછે જાને સંવેદનાના માધ્યમ થી જીવતા જીવનની વાત થતી નહોય ? પ્રત્યેક કવિતામાં આભાસી વેદનાના સ્ફટિકો ચમકે છે સરળ શબ્દોનું દેહ લાલિત્ય ધરાવતી આવી અનેક કવિતાઓ માણવા યોગ્ય છે કવિ શ્રી પ્રહલાદ પ્રજાપતિનું સર્જન લોકભાગ્ય બની રહે તે અપેક્ષા સહ …………
=શ્રીરામ પ્રજાપતિ , તંત્રી ; પ્રજાપતિ મંચ [ પાક્ષિક ]

shri sarvajanik kelavani mandal mahesaanaa
===============================
સંવેદનાની ગળથુથીમાં જન્મેલો સંવેદના સાથે રમતો અને સંવેદનાથી વાતો કરતો કવિ એટલે પ્રહલાદ પ્રજાપતિ, એની સર્જનતામાં ભરપૂર સ્વેદનાઆ ભરેલી હોય છે અનેક વિષયો લઈને તેઓએ વિષયોને સચોટ ન્યાય આપ્યો છે ,માનવીય જીવનમાં હંમેશ માટે હસવું , રમવું અને સંવેદના પૂર્ણ જીવવું એ એક અનન્ય લ્હાણું છે જીનમાં સંગર્ષ કરવાથી અને તેમાં થી ફલિત થતી સંવેદનાઓ ને વાચા આપી સરળ રીતે ભાષામાં
કંડારી પ્રહલાદ પ્રજાપતિએ સુંદર સર્જન કરેલ છે જેની કવિતાઓ હૃદય સ્પર્શી બની રહી છે  જીવનના સચોટ સત્યો તેઓએ અનુભવ્યા છે અને તેમાંથી તારણ કાઢ્યું છે જે ખરે ખર બે નમુન  છે શબ્દોની હોસ્પિટલ તેમની નવીનતા દર્શાવતી
રચના છે
        આદિથી અંત સુધીના આ મેળામાં એવા તણાયા
શબ્દોના શહેરમાં સૌ કોઈ ન કોઈ દર્દ થી પીડાયાકાગળ કલમના આ યુદ્ધમાં બધાજ  વિચારે વીંધાયા
પાટા પિંડી કરી ભાવોને પુસ્તકની અસ્પતાલે લવાયા
       પ્રહલાદે દર્દી થવું કે ડોક્ટર એ મુજવણમાં  ફસાયા
ઘણા વિચાર પછી ખુદને ખુદની ખબર પૂછવા લવાયા
આમ ઘરડા ઘર વિશેની કવિતા દાદ માગી લે છે
જેમાં માં બાપ જેમાં ખાસ કરીને ‘ માં ‘ જે બાળકોને નાનપણ થી ઉછેરીને મોટા કરી ને દીકરાના સ્વપ્નો સાકાર કરવામાં પોતે
પોતાનું જીવન લૂંટાવી દે છે ,પોતાણુ બધુજ અર્પણ કરીને બાળકોને ભણાવી ગણાવી સમાજમાં રહી શકે તેવા તૈયાર કરે છે પછી જ્યારે બાળકો મોટા થઇ માં – બાપથી વિખુટા થઇ ,પોત પોતાના ધંધાર્થે જીવન નિર્વાહની ભાગ દોડમાં દૂર
ચાલ્યા જાય છે અને સમયાંતરે અથવાતો લાંબા કાલે પોતા ના જન્મ સ્થાને આવવા ક્ષોભ અનુભવે છે અને માં બાપને જૂન વાણીના ગણે છે ત્યારે જે વેદના થાય છે તેનું વર્ણન બેનમૂન છે પોતાના સમરણો તૂટી રહયા હોય ,તોરણ ના પણ સુકાઈ ગયા હોય  સન્સમરણોની   છબીઓ[ ફોટાઓ ] દીવાલે  લટકતી  હોય  અને  જ્યારે કોઈ દિવસ દીકરો પોતાના ઘેર યજમાન ગિરી  કરવા આવે ત્યારે ‘માં ‘ નો હરખ ની કોઈ સીમા રહેતી નથી
‘ જિંદગી જેના માટે લડી લડી ને જીવવી પડી
દૂર થઇ ચાલ્યો બીજાનો થઇ આધાર શીલા તૂટી ‘
ખરે ખર કવિના વિચારો અને વાણીમાં સંપૂર્ણ સત્ય ભારેલુ છે
તેમાં શંકા ને સ્થાન નથી આ કાવ્યોનો રસાસ્વાદ માણવા જેવો છે અને સમજવા જેવો છે
     આવા દોડતા અને એક બીજાની હરીફાઈના યુગમાં કવિએ
જીવનના મૂલ્યોની તથા ઘુઢ રહસ્યોની વાત કરી ને વાચકોને સમજાવવાનો પ્રત્યન કર્યો છે તે દાદ  માગી લે છે મારી એજ અરજ કે લોકો આ કાવ્યોનો રસાસ્વાદ માણે અને દુઃખ દર્દના વિચારોમાં ડૂબકી મારીને તેને અનુભવે તેવી શુભેસ્ચા
  સહ મંત્રી
શ્રી સાર્વજનિક  કેળવણી મંડળ
મહેસાણા
મારી બુક ને કવિતાઓ  વિશેનો મારો અભિપ્રયાય
[મારું પહેલું પુસ્તક મારા માટે પિતાને અર્પણ ]
=====================
મેં મારા જીવનમાં ઘણા મહા પુરુષોના જીવનને અનુસરવાનો પ્રયત્ન કર્યો છે જેમાં , એ.પીજે કલામ સાહેબ ,નરેન્દ્ર મોદીજી સ્વામી વિવેકાનંદ શ્રી રામ ,શ્રી કૃષ્ણ અને શ્રી હનુમાનજી આબધા મહાપુરુષોને મારા જીવનના આદર્શ બનાવવાનો પ્ર્ત્યના કર્યો છે જીવન માં ઘણી ભૂલો અને ગુના કર્યા પછીનો પસ્તાવો ,અને આજુ બાજુની ભૌગોલિક ,સામાજિક આર્થિક અને વ્યવહારિક પરિસ્થિતિઓ એ મને કવિતા લખવા ની પ્રેરણા આપી છે બને ત્યાં  સુધી જિંદગીને ધોખો ન થાય તેની કાળજી લેવાનો ખ્યાલ રાખ્યો છે
મારા અમેરિકાના પ્રાવસમાં મેં અહીંના લોકોની આર્થિક ,સામાજિક ,ભૌગોલિક અને નૈસર્ગીક
પરિસ્તિઓનો અભ્યાસ કરવાની કોશિશ કરી છે ,અહીંના લોકોની ભાષા રહન સહન વહેવાર , એકબીજા પ્રત્યેની લાગણી અને ફરજ વિષે જાણવાની કોશિશ કરીછે ,આ  ઉપરથી એવું લાગ્યું છે કે  માનવ માનવ વચ્ચે ની લાગણીઓ માં આ કોઈ ફેરફાર દેખાયો નહિ હા વહેવાર ને ભાષા અને પહેરવેશ ને રહેણી કહેણી  જુદા જુદા  જોવા મળ્યા  પરંતુ લાગણીઓ લગભગ એક જેવી જોવા મળી બીજું કે અહીંના લોકો પર્યાવરણ પ્રત્યે બહુજ સજાગ છે અત્યારે આખું વિશ્વ ગ્લોબલ વોર્મીંહથી  દુઃખી  છે ત્યારે અહીંના લોકોની પર્યાવરણ પ્રત્યેની સજાગતા અને મૈનટૈન ની રુચિ આવકાર દાયક છે જેને મને બુક લખવાની પ્રેરણા આપી અને વીશ્વને સંદેશ આપવા નો મને  અવસર મળ્યો
===પ્રહલાદભાઈ પ્રજાપતિ

लेखक और कविके  बोल [ मेरी किताबके बारेमे ]
 [ ये मेरी पहली किताब मेरे मात पिता को समर्पित ]
 =============
 मानव जातिकी किसी भी कौम या बस्ती का हो , इस धरती  के किसी भी कोनेकी हो ,शहर की ,गाव की ,जंगल की या आ किसी छोटे टापूकी हो ,  हर मानव जाती के  दिल में  दिमागमे हमेशा  अपने और अपने परिवार ,अपना समाज ,अपना देश और अपने जीवन   जिनके  लिए हर  समय समय पर बदलाव आता रहता है उसकी सोचमे ,रहन सहन में  समय समय पर बदलाव आता रहा   है ,जन्म से अंत तक की सफरमे विचारोमे ,सोचमे ,और व्ह्व्हारमे अपने इर्द गिर्द की प्राकुतिक भूगोलिक,आर्थिक सामाजिक  परिस्तितियों के मुताबिक़ उसका जीवन व्यतीत होता है ,कई अपवाद होते है और वो अपवाद समाजमे देश और दुनियामे अन्य लोगोसे अलग दिखाई देते है ,और वो ही लोग समाजको ,देश और दुनियाके लिए सन्देश छोड़ जाते है. मैंने  जीवनमे ऐसे कई महापुरुषों के जीवन का सन्देश को फॉलो करनेकी कोशिश की है इसमें ,गांधीजी ,स्वामी विवकानंद ,श्री ऐ पि  जे कलाम ,और पीएम मोदीजी, श्री कृष्ण ,श्री राम ,और हनुमानजी को मैंने मेरा आदर्श बनानेकी कोशिश की है. जीवनके  सफरमे जिन्दगीको धोखा न मिले और न दिया जाय और  जहा तक पालन हो शके तब तक की कोशिश करनेका प्रयत्न किया है मैंने कई गुनाह भी किया है  जिसका जीवनमे जिक्र होता ही रहा है और उन परिस्तितियको लेकर मैं  हर वक्त  दुखी भी रहा हु परिस्तितियो में  मेरे इर्द गिर्द के माहौल सामाजिक व् आर्थि परिस्थितियों ने  मुझे लिखनेको मजबूर किया है जो मैं इस के माध्यम से  मेरी कविताएं  लिख पाया हु जो मेरे जीवन के सफरका  एक आयना  है , मेरे अमरीका के प्रवासमे मैंने उनलोगों के जीवन चरित्र ,जीवन व्यवहार उनका रहनसहन ,और उस देश की भौगोलिक ,नैसर्गिक ,प्राकृतिक व् आर्थिक ,परिस्तितियोके बारेमे जाननेकी कोशिश की है उनके रीत रिवाज में मुझे मानवजातिके जरुरीयातके मुताबिक़ एक जैसी एकता पाई है ,भाषा अलग अलग बोली और व्यवहार अलग  अलग रहा है  लेकिन उनके दिलकी बात और जज्बात  लगभग एक जैसी पाई ह लगाव , दिलकी बात ,अपने प्यार और अपने अपना पनकी  एकदुसरेकी   एक दुसरेकी फीलिंग  और लगाव  में  कोई  फ़ेरफ़ार नहीं पाया है ,हां भाषा और व्यवहार में उनकी देश समाज ,भौगोलिक आर्थि परिस्तितियोके मुताबिक़ रहा है  ,लेकिन मानव जात की सोच लागणिके बारेमे  लगभग एक जैसी रही है.
 ===प्रहलादभाई प्रजापत

શબ્દોની હોસ્પીટલ
============
કઇંક પ્રેમેં બળ્યા તો કઈક વિરહે નાહ્યા
કોઈક કલમેં ભરાયા કોઈક છુટા છવાયા
કોઈકે શબોદો ઘોળ્યા કોઈક શબ્દો તોળ્યા
કોઈકે શબોદો ચુંટ્યા કોઈકે અર્થો ઉકાળ્યા
કોઈકે કિતાબો રચી કોઈક પાને  વંચાયા
કોઈ સરોવર દરિયા છોડી ખાબોચીએ નાહ્યા
કાગળ કલમના યુદ્ધમાં ને યુગમાં વિચારે વિંધાયા
પાટાપીંડીએ સૌ લાગણી પુસ્તકી અસ્પ્તાલે લવાયા
સાહિત્યિક  દુર, નજીકનો સગો પૂછતાં જતાં આવતાં
ખબરે વાચકોની પકડ્માં ગવાતાં ખાટલે ખુન્દાતાં
આદિ અંતનો મેળો માણવા વિચાર નદીએ તણાયા
શબ્દોના સાગરમાં પડી  કઈ ને કઈ દર્દ થી પીડાયા
પ્રહેલાદને દર્દી થવું કે ડોક્ટર એ મુજવણે ઘેરાયા
વિવાદો પછી અમોને ખુદ ખુદની  ખબરે લવાયા
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
નક્કી ન હોય ને ક્રિયા કરવા જેવી
=================
વાત સીધી ને  સમી છે તળ સાદી
વાણી કળવામાં છેદ વાત ન્યારી
તુંડે તુંડે મતિર્ભીંદા ની  આઝાદી
છે,એક મતનાં કુળ માનવા જેવી ?
 યુગ આથમ્યાની સમજ કળવા  જેવી
કથા, જ , ચાર યુગની કહેવા જેવી
સહી કઓયે ન ધરમ ગ્રંથે ઈશ્વરની
પૂજાય છે એ વાત સમજવા જેવી
ઈશ્વર છે એ વાત  સ્વિકારવા જેવી
કોઈ ,ન માને, વાત માનવા જેવી ?
હળવું ,મળવું દિન ચર્યા સમી જીન્દગી
નક્કી નહોય,ને, ક્રિયા કરવા જેવી
=== પ્રહેલાદભાઈ પ્રજાપતિ
  અભરખા  ની આત્મહત્યા
===============
શીતળતા પરવારી બપોરી તડકાએ બંધ
જ્વાળા મુખી એ સેવ્યો  જુવાળી સંબંધ
છાંયડે સ્વપ્નોને ગરમ લૂ  માં શેકે બપોર
મોભ પડકારે અરમાનો ઉણનો વહેવાર
કોલાહલ દરવા જો બંધ કરી બાંધ્યો સાંકળે
શેરિયું સુતી ઢોલીએ,લૈ હાથ પંખાના વીંઝણાં
વાગોળે વડ પશુઓ સૂતી  નિરાંતે ગોવાળી
ફળીએ શરણાયુંની ન એધાણી ન  નિશાની
વૈશાખી લગને વર્ગોડીયાંની ઈચ્છા ઠુકરાણી
કમોસમી માવઠે ઊણનાં અભરખા  સ્મશાને
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ