જગતના ઝેર વહેચીને પી લઈએ
===================
સરમુખ્ત્યારી સરભરાએ સાગર ડાહોળાયા
ઝેર કંઠે સંગ્રી નીલકંઠ પણ નીલકંઠ ભુલાયા

સમય છે ખુદાની ક્ષિતિજે સમતો જાય
અસ્તિત્વ કાજે લોહી તરસતું વણસ્તું જાય

ગુમાવી નૂર હિંસાનું તાંડવ ખેલાતું જાય
કૌરવી કાળની પરંપરા પનપતી જાય

ઈશ્વર અલ્લાહ ઈશુ તમે ભલે હો જગ દાતા
ચેલાઓની રમતે પુરાયા જગ ત્રાતા
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
6/5/2016 હવૈઇ અલોહા યુ એસ એ
રીવાઈઝ

Advertisements