ભૂખ,મૂલ્યની પ્રાણ પ્રતિષ્ઠા ગળી ગઈ
=============
અહીના મીઠા પાણી ને ખારાશ વળગી ગઈ
તળાવની માછલી ને ભીનાશ ગળતી ગઈ

તરસ બધી ખારાશ ની સારાશ પામી ગઈ
જ્યાં મીઠાસની માત્રાને વિનાશ ભાવી ગઈ

શંકર ગળે ઓવર ફ્લો વિસ્તાર તોડી ગઈ
જ્યાં ત્યાં યાદવાસ્થળી વિનાશ વેરી ગઈ

કલમને સત્ય આલેખતા શરમ આભડી ગઈ
પેટની ભૂખને મુલ્યો સામે ગરજ આભડી ગઈ

નીતિ નિયમને ભ્રમણાની વાટ આભડી ગઈ
ને અહી ભૂખ,મૂલ્યની પ્રાણ પ્રતિષ્ઠા ગળી ગઈ
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

Advertisements