પડકાર
=======
શોધ પિપાસુને છે પડકાર
શોધો જે ઉભો આસ પાસ

ઘડિયાળ નિરંતર ચાલે ચાલ
જેની ચાવી તાકાતે ચાલ

ચાલ પોતીકી કરી ચાલ્યા
સમય કાજે સમયથી ચાલ્યા

સર્કલ રસ્તે નિરંતર ચાલ્યા
જાણ અજાણ્ થઇ ચાલ્યા

સમય સમયે પ્રમાણે ચાલ્યા
સમય ની ગાથા લઇ ચાલ્યા

તાસની તરસ લઇ ચાલ્યા
મૃગ જળે જળ પાઈ ચાલ્યા
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 27 /2/2018

Advertisements