જે નથી તે છે
========
જે નથી તે કરવા માટે ટેવાયેલો
જે છે તે નથીમાં પહેલે માનવામાં

નહોવાપણાના આધારે મુજાયેલો
ને રોજ અવનવા શળે પરોવાયેલો

જે છબી નથી તે કલ્પનામાં ડૂબેલો
સમય સાથે દોડવામાં આળસ વરેલો

ને બધાજ અળવીતરાં કરી પંકાયેલો
જે છું તે રહેવામાં ઘણો રઘવાયેલો

ખાધા પછીની ખપ ફરી વળે ગદ્દારીમાં
વહેતા જળ ની ધારાને અટકાવવામાં

કાયમી મૃગજળ પીવાને ટેવાયેલો
હરામ ઓથારે ખુદ ખાવા પંકાયેલો
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

Advertisements