ઠેકાણુ કહ્યામાં નથી
==============
મારી સમજના શબ્દો સમજાતા નથી અને
શબ્દોના શહેરની મિલકત સમજવા નીકળ્યો

જોયુ શહેરમો જૈને શબ્દોનું એ બંજર નથી
ગામ શહેરના સરનામે સમજને અંતર નથી

ઉડુ અસ્થીઓનો પડછાયો ઉચકી પંખ નથી
જમીનની જાત તજું તેટ્લુ ઉચે બ્રહ્માંડ નથી

અવઢવ દશાનું શુકાન શઢનાં કહ્યામાં નથી
આ શહેરનાં કાયમી સ્થાન બચ્યામાં નથી

શહેરની સગાઇમાં વગડાઇ વહેવાર નથી
ભોગવી શહેર્ની ગલીઓ ગૂંથાઈમાં નથી

કાગળે લખાવા શાહી સબ્દોએ જાત્રા કરી
તરસ પીએ ગઝલો દર્દના દરિયા નીચોવી
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 24 /2/2018

Advertisements