પાણી નાં પગરખાં
==============
ધમ ધોકાર દોડી રહ્યાં પાણીનાં પગરખાં
શુ ? આ દરિયાનાં મૂળ ઉંચે હસે અવકાશમાં ?

સાતેય સમુદ્રનાં જળ રહ્યાં હવામાં ઉછળતાં
નહીતર ચોમાસે વરસાદનાં પૂર મંડરાય ?

વાદળો ફાટ્યાના કીસ્સા ઘણા ‘ભૂ’ ધરા પર
પાણીથી મોતના કીસ્સા ઘણા ‘ભૂ’ ધરા પર

દરિયા પાણી લઇ ઘુમરાયા ધરાપર સુનામીએ
બારે મેઘ ખાંગા થઈ તાંડવ કર્યાં મેઘાણીએ

વરસી ધરાપર આકાશી દરિયાઓ સુકાયા ને
જઈ પાથરે લીલીસમ ચાદરો ધરા ધારીઓ

પગરખાં પાણીનાં ખેડી રહ્યાં જંગલોને ઝુંડમાં
ધન્ય ધરાએ કુદરતી અભયદાનો જીવ સૃષ્ટિમાં
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

Advertisements