સમાજે સમજની ઘોર હત્યા ભારત દેશે
===========
સેક્યુલારી મુગલવંશી સરકારે,રાજાશાહી ભોગવે એક પરિવાર
વાહ આઝાદી રાજપાટ લૂંટી કરી સેચુલરીએ મુગલવંશી વાર

સ્વાભિમાનની છે અછત નસેનસમાં ગુલામી ભળી લોહીમાં
મળશે કે નહિ અધીરાઈ ઘર કરી ગઈ છે જાહેર જીવને ધરાર

શાહી ઠાઠથી જીવે કરે ગોધી વૈદનું સૈયારું અંગે અંગમાં કરાર
તારણ હારી આંખો સામે દિવસે લૂંટાય માઁ બહેની અંગ ધરાર

નોકરી ભોગવે સરકારી બાબુઓ લૈ કવચ સલામત સરકાર
દીવાનગી ભોગવી ચોરની ભેગા મળી લૂંટે તિજોરી નામદાર

દિન બદિન ખેલ નવા,ખેલે નિરાશા જનતા ભાગે અપરંપાર
ખતરા પર અખતરા જન્મ સિદ્ધ હક્કનાં નિત નવા હથિયાર

કાયદા કલમે કલમે નવી મુલવણી ખુદના કરી નિજ નીર્ધાર
સરકારી સહકાર રળી સૈયારું કરી નીજ કોઠે સંપત્તિ સર્જનાર

શિરસ્તો થૈ ગયો મચલી,મછળી,ફેરવે કાયદો નીજ આધાર
સમાજ ની સમજ સરકારી અદાકારીનો સૌએ કરવો વિચાર

સમાજ નામે ધર્મ નામે જાતી નામે રોજ નવા ઉદ્યમ ઉગનાર
ભાવ વધારો મોગવારી વસ્તી વધારો વિકાસ ગૌણ ગણનાર

આતંકવાદ કૌમ્ભંડ ઉલ્લડ જાત પરિવર્તને વિકાસ કરનાર
નવા બહાને સૌ લૂટેછે લોકશાહી વસ્ત્રાહરણે હોડ અદાકાર
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 22 / 3 / 2018

Advertisements