અણુબોમ્બની લગામ હવે છે હાથ વગી
===============
તૃષ્ણા પ્રસરતી ફેલાતી લોહી તરસી
એધાણ મળ્યાં છે બદબૂ ભૂખી તરસી

મોહન-જો-ડેરો-હોય,- હ્ડપ્પાનાં અવશેષો
કલા કાળ નાં તરંગોમાં સમય સાથ વિલસતાં

સ્વાર્થે કોતરી ખાધા છે તળિયાંના હતા હિસાબો
જાત સાથે લડ્યા અહંકાર યુદ્ધોનાં છે ઇતીયાસો

રમત આંટી ગુન્ટીની અહમની સરદારી
સત્ય,છુપાવ્યાની કહાનીએ છે યુદ્ધ નીતિ

ચહેરો જગતનો કરવા કઢંગો,છે હોડ જામી ભૂમિએ
આંતકવાદીઓ હસ્તે અણુબોમ્બની લગામ છે હાથ વગી
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

Advertisements