ઈશ્વર ને સવાલ તારા પર વિશ્વાસ નથી
===========
જીવતે જીવ તો તે મને તારા થી દુર જ રાખ્યો
મને તારી પાસે બોલાવીને હવે તું શું કરીશ ?

 

હિસાબતો બધો અહી પૂરો કરવાનો રાખ્યો છે
નકામો ત્યો બોલાવી હિસાબ લઇ હવે તું શું કરીશ ?

 

કોઈ દિવસ જીન્દગીમાં રૂબરૂ ન થયો છુપાતો રહ્યો
હે,અવિનાશ મને નાશ કરી પછી,હવે તું શું કરીશ ?

 

પાડવા આખડવાના સૌ દાવ અજમાવ્યે રાખ્યા મારા પર
રીત-રસમો અજમાવી તે ધાર્યું કરાવ્યું હવે તું શું કરીશ ?

 

જરાય છુટ્ટા ન મુક્યો તારી માયાની ચાકરી થી મને
ગળે ઘંટ બાંધ્યા જે વગડાવ્યા મારી પાસે હવે તું શું કરીશ ?

 

હરાયા ઢોરને કોટે ડેરો બાંધી દીધો શ્રુષ્ટિ નો મધપુડો
મધ એકઠું કરાવ્યું સ્વાદે આસવાદે રાખ્યો હવે તું શું કરીશ ?

 

અહીંથી છૂટો કરી દે મને કોઈ ના દ્વારા બોલાવ્યા શિવાય
વિશ્વાસ નથી ફરી બીજા ચક્કરમાં નાખીશ હવે તું શું કરીશ ?

 

એવું કયું કામ છે જે તું અહીં નથી કરાવી શકતો ત્યાં બોલાવે છે
છુટ્ટો કરીદે મને તારાથી તારું બધું વૈતરું કરાવી હવે તું શું કરીશ
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 28 / 3 / 2018

Advertisements