શૂન્ય ના હિસાબો
========
મારા ખાતે ઉધારેલા જન્મથી
અંત સુધીના વર્ષોના સરવાળા

ખતવણી પુરી થઇ હોય તો
મને એની નકલો આપો

શૂન્યના હિસાબો લઇને મારે
હવે તેને પરત આપવા જવું છે

સાંજ ઢળવાની છે જલદી કરો
હિસાબોનો હિસાબ આપવો છે
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

Advertisements