સેક્યુલરી વહીવટ શાહી
=========
પ્રજા શરીરે પડેલા વહીવટી ઘાવ
લૂટ શઠ સરકારી સેક્યુલારી દાવ

વળી સત્તામાં ક્યાયે નથી અંતિમ કશુએ
છે જાન ચૂસે રાખી પીએ બધુએ

કોણ કેવું રાજ કરે મંત્ર મુખ્ય નથી એ
કોણ રૈયતનું ચૂસે લોહી માપ એ

ગોંધી પણું છે સત્તાની સીડી સુવાળી
ઉગતા અહી સત્તાધીસો મુડીવાદી

સત્તાએ પોત પોતાના રીત રીવાજો
લોક શાહીમાં નેતાના ઘણા સમાજો

લોકશાહી ફારસ શાહી જોકશાહી
ટોળાંની જમાતશાહી ગુન્ડાશાહી

સાચું કેહેતો એક બતાવો વિચારી
જૂઠનાય પ્રકારો શબ્દોની શાઠમારી

લુટે વાહ વાહ છોળો શબ્દોમાં ઉછીની
પોલી ઢોલ શાહી બની સેક્યુલર શાહી
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

Advertisements