વિસ્ફોટ નો ડર અધ્યાયમાં
=============
લખાય છે તેમ લખું ને લખતો રહું લખાણમાં
મળું શબ્દોના શહેરમાં લઇ સમયનાં પારખાં

કોરા કાગળ પસ્તી લખાતાં ફરે વિચારમાં
યુગોથી શબ્દ સમૂહે અર્થ સ્થપાયા કિતાબમાં

હદય લાગણીનાં ઉભરા બોલે છે ભાષા પાત્રમાં
કાફિયા રદીફને વોકું પડે કેમ,વિષય તપાસમાં

શબ્દ સાગર ખેડાય સૌ, લાગણીઓ છે નૌકામાં
કોઈકને રાહમાં નડું છું ,તું સમજાવને ટીકામાં

સગળો દરિયો જ્યો જવું હોય દિશાઓ ઓપનમાં
પાળા બાંધવા રસ્તે અડચણે ગૂના હિસાબમાં

પીડા નો કોઈ પરયાય ? આ શબ્દો નાં શહેરમાં ?
લાગણી રાખું કેદ તો ડર વિસ્ફોટનો અધ્યાયમાં
=== પ્રહેલાદભાઈ પ્રજાપતિ

Advertisements