જાણવા છતાં અજાણ વારંવાર
============
સતયુગ દ્વાપર ત્રેતા ને કલયુગના જનાધાર
ન જણાવે જાનકી નાથ કાલ સવારે થનાર

 
ચાર જુંગના જાણકાર અવતર્યા વારંવાર
જાણવા છતાં અજાણ્યા રહીને કર્યા પાર

 

અમે અહીં ટુકડા કર્યા સ્વભાવના બે ચાર
હયાતીએ કર્યા ‘ ઘા ‘ લાગણીના વારંવાર

 

મજબુત મનસૂબે મંજિલે કદમ કદમે વાર
મળ્યા છેવટ વળી ને એજ આ પકડ દાવ

 

જાત ઝ્બોળી પછતાવી નદી ને કરો પાર
નડે છે ચાલ ગ્રહોની તટસ્થ રહે હેમપાયર

 

પછડાઈ પસ્તાવે વિચાર કરે છે ‘સો’ વાર
આ પ્રારબ્ધ ક્યાંથી જાણે સત્ય વારમવાર

 

વાહ રે કોઈ શક્તિ કલાનો અહીં કિરતાર
મળ્યું નસીબે જે ઘુટ્યું અહીં ભોગવે પાર

 

ઈશ્વરેય ક્યાં અહીં સુખ ભોગવ્યો છે યાર
જાણવા છતાં અજાણ્યો રહ્યો અપરમપાર
=== પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 13 /4 /2018

 

 

 

 

 

Advertisements