મન નાં એકાંતે
===========
મન એકાંતે હદય ભાષા બોલતું હશે
સ્મરણ કિતાબ ઘાવનું પ્રકરણ લખતું હસે

લાગણી ઘાવનાં અદ્રશ્ય દર્દનું સંગ્રહાલય
જ્યાં ઠોકરોનાં ઉજણથી હદય કુંડ ધોવાય

મળી સુખને ભૂલી જવાની અજોડ ચાવી
ને,રક્ષાતું દુખ,સતત યાદના આગમનથી

જીન્દગી આખીએ અદાકારીમાં ગુજરતી
લાગણીનાં મુલ ,ઠોકરોના ત્રાજવે તોલી

લાગણી હદયનાં સમન્વયથી જે ઉદભવ્યાં
આપણી આસપાસનાં કર્મ ક્રિયાનાં વલયો

વ્યવહાર બંધાયોછે ,હું, તમે ,અને, તે વચ્ચે
યોગી,ભોગી ,જોગી,સ્વ સીન્ધાંતે જ રાચે
=== પ્રહેલાદભાઈ પ્રજાપતિ

Advertisements