સ્વપ્નો ના શોધીએ ઈલાજ………….. ગીત
============
સ્વપ્નો ના શોધીએ ઈલાજ
જેની મહેલાતોમાં રમીએ છીએ રાસ
આયખામાં પોગર્યા લાઝામણી ના છોડ
બોલુતો રૂપ બદલાય આમ સહ્યું ન જાય
જોને લાજામ્ણીનું શું ક્હેવાય ?

પાણી ના પાઉં તો બળી જાય
જો અડકું તો શરમાય ને કરમાય
જો ઉખાડી ફેકુ સ્વપ્ને નન્દવાઉં
ને , જીવ હત્યાના પાપથી બંધાઉં
દૂર રહી ને જોઉં તો , હું , કર્માઉ
આ લજામણી નું શું કહેવાય ?

રોજ સ્વપ્નો ની ઘંટીએ દળાઉ
લોટ મો ,દમ મળે નહી ને તોયે જીવાય
જીવ આખોય સ્વપનો ની ઘંટીએ ગળાય
ધુવાડે બચકા થી થોડો આ પેટ ભરાય ?
લજામણીનાં ખેલથી થોડું જીવાય ?

સ્વપ્નો કાપું તો લોહીની અણદેખી ધાર
લોહીમાં ભળીછે આ લાઝામણી ભરમાર
દેખું ને દાઝું ,કેમ કરું ,જુદાઈની વાત
જીવને આભડી ગઈ સ્વપ્નોની કજાત
લાગણી લાઝામણી શું કહેવાય ?
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

Advertisements