” માઁ ” મને માફ કર………… [ અસાદ્સ ]
============
સદાયે પરાઈ થનારી
સંતાનો કાજે જીવનારી
સુખી સ્વપ્નો જોનારી
ખુદ માટે ખુદ ન રહેનારી
ભૂખી સંતાનો માટે રહેનારી
એવી મારી ” માં ”

તું જગથી જુદી ને ન્યારી
તારા નસીબે  સુખ નહિ
કે,જોયો,ન,તે, સુખનો છોયડો
તારા વૈતરે ઘડ્યું ભાગ્ય મારું
સહી કુટુંબીઓના મહેણો,ટોણો
આજ પણ મને સોયની જેમ ભોકાય છે
અને તું હસ્તે મોઢે સહેતી
એવી મારી ” માં “
તારા અંગે  જોયું નહોતું
સારું વસ્ત્ર ક્યા હતું  ?
સમયસર ભોજન સ્વપ્ન મોય નહોતું
હૈયા દળતી ને પેટ મારું ભરતી
ઉંચકી બેડાં ગામ કુએથી
તરસ મ્હારી ઠારતી
ખેત મજુરે ખેતી કરતી
ચાર પાંચ ઢોરોનું પૂરું કરતી
એવી મારી ” માં ”
આજ મારે બધુજ છે
વાતાનુકુલિત બંગલે બે ત્રણ ગાડીઓ
પણ તેમાં બેસવાને તું નથી
મારે તારો સ્વપ્નો પૂરાં કરવા છે
પણ તારી હયાતી ક્યાં ?
તું અત્યારે ક્યાં છે ?
ઓ ‘માઁ ‘ હવે
મારે માટે આ બધું નકામું
” માં “
મારે સર્વસ્વ તને સોપવું છે
ચાર ધામ ની જાત્રાઓ કરાવવી છે
દુનિયાનું બધુજ સુખ તને આપવું છે
પણ તું કયો છે ?
આ ક્લ્પોત મને
ચેન થી સુવા નથી દેતું
જેના માટે ઝ્જુમ્યો
હવે એજ નથી
” માં ” તું નથી,
તારો આધાર નથી
તારો આશરો નથી
તારું ઋણ હું મારા હજારો જન્મ થકી
નહી ચૂકવી શકું
ઓ ‘ માઁ ‘
” માં ” મને માફ કર
હું  તારી
કાંઈ સેવા કરી શક્યો નથી
મારા હજારો જન્મ બેકાર
” માં ” મને માફ કર
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ  ઓન 14 /5/2017
Advertisements