તરસ.

તરસ
======
રણની મિલકત પ્યાસ
ઝાંજવો એની ઝવેરાત
તરસનાં પગરખાં પહેરી
દોડો ખુલ્લું મળ્યું મેદાન

સાફ સુથરી સફરનું નિદાન
મનખો કલંકના કાટથી પર
હવાના આંગળા આધારે ઘર
આવ જા નાં કમાડ રાખે ધાક

શું, છે ,ને, શું, નથી,એ વિષય
નો ,તાસ  હજી પત્યો નથી
==પ્પ્રહેલાદભાઈ પ્રજાપતિ

Advertisements