ચરણ  ને કળ નથી
============
વરાળનાં વાદળો ખડકાય નભમાં  નદિયોં લઇ
પાણીના પગલાં ને  ઉતારા માત્ર શું ધારા પર ?

જળની ખોટ કહી તરસ તરફડી મરે છે
ઝાંઝ્વો પી પી ને  રણ  જીવી જાણે  છે

શું ? ચક્ર તંત્ર ચોરસ,લમ્બ ચોરસ સપાટ કે ખૂણાઓમાં
તો, નાં ,ગોળ ગોળ પણ એ, માણસની વિરુદ્ધ દિશામાં

રસ્તાઓ રોજ  સતત પીછો કરે છે જરૂરિયાતનો
જ્યાં નીકળ્યા પછી એજ પાછો ગોળાકારે ઘરમાં

પ્રશ્ન,સત્ય છુપાયેલું  છે ? તો,નાં ,છતાં શોધવા પગરણ
અસત્ય શહારે, સામ સામા ગોળીબારે આક્રમણ

ચરણને કળ નથી, મજબૂર વમળો પેદા કરવામાં
રફતારમાં મશગુલ સર્વ વિકરાળ અદા  કરવામાં
=== પ્રહેલદભાઈ   પ્રજાપતી

Advertisements