કોઠે પડી ગ્યો
========
ઉજવે બંધ દરવાજે આંખો સ્વપ્નોની જાહો જલાલી
સ્વપ્નોની સજાવટ નિંદરનો વહીવટ કોઠે પડી ગ્યો

સ્વપ્નને નીંદ સાથે  કાચનાં સગપણ સંધાય નહિ
રેણ, ગાંઠ નહિ, જુદાઈનો વહીવટ કોઠે પડી ગ્યો

સમય સાક્ષીએ તડકા છાયડાની જ્યારે ત્યારે
દિવસ રાતનો ચકરાવો  સૂર્યને  કોઠે પડી ગ્યો

મુક પ્રેક્ષક બની ઉભો રહેવાનો નથી કાળનો તખ્તો
ધાર્યુ કરવાનો,પ્રેમના કિસ્સાને વિરહ કોઠે પડી ગ્યો

રહેવાદે સમયના શસ્ત્રને પડકાર્યા વિના
ઇતીયાસ પંનાં  લખાણને કોઠે પડી ગ્યો
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

Advertisements