પડતા પડી ગઈ નિશાનીઓ
==========
પડતો પડી ગૈ ઘરની નિશાની દ્વાર વિહોણી
જ્યાં હતી અડધી ઉગાડી ખંડેરની બન્ધ બારી

રસ્તાએ બગાવતો અજમાવી ખડકો પાથરી
પગરણે ફરજ પાડી ડામરે ડામ દેવાની

સમયને ક્યા ટેવ છે એક સરખો ચાલવાની
હંમેશા બદલે ચાલ ડગલે પગલે પોતાની

બાણ ધનુશ્ય એજ બદલાયા શિકાર ને શિકારી
ધરાને ઉછેરની ક્યાં કમી થયાં બીજ બાગી
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

Advertisements