દાદ, ફરિયાદ.

દાદ, ફરિયાદ
==========
સાગરે ખબોચિયાને ફરિયાદ કરી
જુઓ છીછરું થઇ મોભારું નેવે બેઠું

વગડાને વન્ટોળિયાની ગરજ ફળી
દિશાઓ ધૂણી હવાને જ્યાં રુખ મળી

હુબહુ ચિત્રમો રહેવાની આઝાદી મળી
ગુલામી મોટાઇના માપની જ્યાં નકારી

અશ્રુઓને લાગણીની કોરીડોર મળી
દર્દે છુપા ડુંસકોની જ્યાં ખુશામત કરી

આ પગલાં રસ્તો પાર કરી શક્યાં નહી
મનસુબાને બે આબરુની દિશા મળી

તરસ પીએ પાણી  જો હયાત હોય તો
રણમાં ઝાંજવાંને  આજીવન  હક મળ્યા
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

Advertisements