તપસ્યાને  વિરોધીઓની  સમસ્યા
===================
જળ સુકાયાની સરોવરની તપસ્યા
જળચરોને માથે શ્વાસની સમસ્યા

ઘરના ઘરમાં ઘરની ખુદની  સમસ્યા
કાંઠા ને પાળના  પટની  તપસ્યા

લોટે લોટે જળ શંકર શિરે વરસ્યા
ઘુંટાયુ  ઝેર ગળે અંધરુની સમસ્યા

સંતાકૂકડીએ  સિક્કો  બાજુઓની સમસ્યા
છે  ચોર,સિપાઈને સલામતીની તપસ્યા

શાંત્વનાને ડગલે પગલે  વિકાસની તપસ્યા
વિરોધીઓ સતાવે રાજ્ગાદીની સમસ્યા
=== પ્રહેલાદભાઈપ્રજાપતિ

Advertisements