કળ નથી શાંતિને
==========
અફવાઓનું  ટોળું શાંતિથી  ચરતા કોલાહલને ભડકાવે
વંટોળિયું કાંકરે હવાનું  મિશ્રણ  કરી બાગનું અસ્તિત્વ લલકારે

સંજોગોના ટાંકણાં કરી સમયની જાત કોતરાય  પડઘે
બે,સમજનાં ટોળે પવન નીકળ્યો છે ઈશ્વર ની ઉઘરાણીએ

હજી ખાડ્ગો  લઇ ઉભા છે  ઇસુ સામે પડકારો, ને બુદ્ધને
ધારદારી  ખીલે  આક્રોસી હથોડી ફટકા ઝીકે છે

ખબર,વન સાઈડેડ ફોટોગ્રાફીએ,ને,જ્વલનશીલ કોલે
ઉબાડીયાં ,  ને, લોકશાહી કણસે, બુજાયેલી મશાલે

અહી કૃષ્ણની સમજુતીમાં કોઈનેય રસ નથી, હિતોની સર્વે
માણસાઈ ઠેબે ચડી છે, વસ્ત્રાહરણે સંપત્તિ,,કળ,ન ,શાંતિને
===પ્રહેલાદભાઈ  પ્રજાપતિ

Advertisements