સમય નું સરનામું છે ?
=======
આવવા જવા વિષેના પુરાવા ગણવા ને
સવાર સાંજની પ્રક્રિયા પ્રોસેસ ચાલુ છે

રસ્તાઓ પહેલેથીજ સરનામું જાણે છે ?
નહીતર સમય પહેલો કેડી પડત નહી

સૌના રસ્તા છે એ વાત પહેલેથી નક્કી
એ વિષે ની કેડી પહેલેથી રચાઇ ગઈ

સૌ પહેલા કોણ આ રસ્તે પસાર થયો છે
જાણવું અઘરૂ રણ મહી રસ્તાની હયાતી છે

બે ખબર રસ્તાનુ અસ્તીત્વ પહેલેથી રહેલુ
સમયનો અજ્ઞાનતાનો રૂટ કોને કહેવો ?

રૂટ્માં પહેલેથી સમય મર્યાદાઓ નક્કી
અન્ત વિષેના ખ્યાલ આદિથી સૌને નડેલા .

સમય નું સરનામું છે ? એ મને જોઈએ છે ને
દિવસ રાતના ચક્રના ઘસારાનું ઉંજણ નાંધવું
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

Advertisements