સમય ને અવરોધવો કે નહિ
===============
મોટી સભાઓને ગળે અવિશ્વાસનો ઘંટ ,ને
આ ,સભાની ચાદરોના ભાવ છે આસમાને

પગ વિહોણો ચાલુ તોયે રસ્તે પગલાં પડે
હોય નહી અસર ને કોઇ ખબર અવી ચડે

આમ રસ્તામાં પગરણ રોજ આવી ચડે છે
ને આ વેરાન રણ મહી રોજ રસ્તા પડે છે

અહીના વિરામને ઉતારા સતત ગળે છે
પગરણ સતત ઘર બહારના પગલા ગણે છે

રસ્તાનુ જીવન હશે દિશા ઘર સફર ને પગરણ
વિરામેં જરૂર ન હોય ને ચિતવું પડે જાગરણ
=== પ્રહેલાદભાઈ પ્રજાપતિ