બે જણ વચ્ચેની વાત સંસયોનું રાજ ………..
==============
બે જણની વાત વચે ઈગોની ચડસા ચડસી
ત્રીજુ પરિણામ both by force સ્વીકારવી

બે વિચારોનું બળ વિપરીત દિશાએ સવારી
સચોટતાનું અચોક્કસ જ્ઞાન ત્રીશંકુએ સ્વીકાર્યું

મુઝવણના દરવાજાને આંગળા છે જ નહિ
ઉદભવ્યા ત્યારથી સ્વાગતની વાત સ્વીકારી

જીજીવિષાનાં કવચ કુંડળની રક્ષા રણનીતી
પીઠ બતાવવી નૈ પડકારે વાત સ્વીકારી

કિરણોને કાટ લાગ્યો નૈ અંધારાં ઉલેચતાં
રાતની શોધે સુર્ય અટવાયો પ્રકાસે સ્વીકાર્યું

ડીબેટ દરવાજા ખુલ્લા મુકી સભા વિચારે
નક્કર પરિણામ ઇરાદા,લૈ સંસયો સ્વીકારી
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

Advertisements