Source: Valsad Palika President Ratanaben Are Selling Vegetables વાપી: મહિલા પાલિકા પ્રમુખ સાંજે લારી પર વેચે છે શાકભાજી

Valsad Palika President Ratanaben Are Selling Vegetables
વાપી: મહિલા પાલિકા પ્રમુખ સાંજે લારી પર વેચે છે શાકભાજી
પાલિકાનો કારભાર સંભાળતા પ્રમુખ રતનબેન અને શાકભાજીની લારી પર શાક વેચતી મહિલા રતનબેન પટેલ.
પાલિકાનો કારભાર સંભાળતા પ્રમુખ રતનબેન અને શાકભાજીની લારી પર શાક વેચતી મહિલા રતનબેન પટેલ.
– સવારે પાલિકા પ્રમુખની ખુરશી પર અને સાંજે શાકભાજીની લારી પર
– આ સ્વાવલંબી મહિલા 27 વર્ષથી શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા છે
– પ્રમુખ રતનબેન શાક વેચતા હોય ત્યારે તેમને જોઇને ગ્રાહકોને અચરજ થાય છે

વાપી: પારડીનાં શાકભાજી બજારમાં એક મહિલા શાકભાજની ખરીદવા આવતા ગ્રાહકો સાથે ભાવતાલ અને તોલમાપ કરતા હોય અને સવારે 11 વાગ્યે નગરપાલિકા કચેરીની ખુર શહેરીજનોનાં પ્રશ્નોને સાંભળી તેના નિરાકરણ માટે સૂચના આપતા નજરે પડે છે. આ મહિલા બીજા કોઇ નહિ પરંતુ 27 વર્ષથી બજારમાં શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન ચલાવી આજે નગરપાલિકાનાં પ્રમુખપદ સુધી પહોંચ્યા છે. સંઘર્ષ સાથે પાલિકા પ્રમુખ સ્થાન સુધી પહોંચેલા આ મહિલાને આજે શાકભાજી વેચતા કોઇ સંકોચ અનુભવતા નથી.આજે પણ લોકોની જેમ સામાન્ય જીવન વિતાવી રહયા છે.

સામાન્ય રીતે પાલિકા પ્રમુખ મોટી-મોટી કારોમાં ફરી કાર્યક્રમોમાં હાજરી આપતાં લોકોના નજરે છે. પાલિકા પ્રમુખનો હોદો મોટો ગણાતો હોય છે, ત્યારે માત્ર ધોરણ 5 સુધી અભ્યાસ કરીને છેલ્લા 27 વર્ષથી શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા પારડી નગરપાલિકાના પ્રમુખ રતનબેન પટેલ પ્રમુખ બન્યા બાદ પણ શાકભાજી વેચી રહયા છે. સવારે આ મહિલા પ્રમુખ પાલિકા પ્રમુખની ખુરશી પર બેસે છે.

લોકોની સમસ્યા સાંભળે છે અને નવા નિર્ણયો કરે છે તો સાંજે શાકભાજી માર્કેટમાં પહોંચી આ મહિલા પ્રમુખ બિન્દાસ શાકભાજી વેચે છે. શાકભાજી લેવા આવતાં લોકો પણ આ દશ્યથી ચોંકી જાય છે.પાલિકા પ્રમુખ બનવા છતાં પણ મહિલા પ્રમુખ આજે પણ શાકભાજી વેચી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. મકકમ મનોબળ અને વર્ષોથી સાદી રીતે જીવન જીવતાં મહિલા પ્રમુખ લોકોની વચ્ચે પણ જઇને સંઘર્ષથી કેવી રીતે આગળ આવી શકાય તે અંગે લોકોને જણાવી રહયા છે.

Advertisements