આ નદીના વેગની શું વાત કહું ?
દોસ્ત ! પડછાયાય ડૂબે તાણમાં.
— હેમંત ગોહિલ
વ્યાવસાયિક હેતુસર ભાવનગરની મુલાકાતે આવીને પુન: અમદાવાદ પ્રસ્થાન કરતી વેળાએ મનમાં ગાંઠ વાળેલી કે ભાવનગરથી વિદાય લેતા પહેલા હેમંત ગોહીલને અવશ્ય મળવું. અતિશય વ્યસ્તતાની વચ્ચે પણ એમણે મને મળવાનો સમય સાચવી જ લીધો.
આજે મારા માટે એ ૩૦ મિનિટ માટે અતિથિ બન્યા.
એ એટલે મુ.પ્રહલાદભાઈ પ્રજાપતિ
એમના તરવરાટને ઉંમર સ્પર્શી શકી નથી એ મેં નોંધ્યું.
એમની સાથેની ટૂંકી મુલાકાતમાં એમના વિસ્તરેલા ભાવવિશ્વના દર્શન કર્યા .
નિજાનંદ માટે લખતા પ્રહલાદભાઈએ સાહિત્યજગત અને સમાજને સશક્ત બનાવવા માટે સાહિત્યની ભૂમિકા વિષે સહજ અને સરળ વાતો કરી.
મારા સાહિત્ય સર્જન પ્રત્યે એમને વિશેષ પ્રેમ હોઈ મને મળ્યા વગર ભાવનગર નહિ છોડવાનો એમનો નિર્ધાર જાણી માનવસહજ હરખ થયો.
આજે એક નવા વ્યક્તિત્વ સાથે પરિચય કેળવાયાનો રાજીપો થયો.
મુ.પ્રહલાદભાઈનો તરવરાટ અકબંધ રહે તેવી સુકાનાઓ .

Hemant Gohil's photo.
Like

Like

Love

Haha

Wow

Sad

Angry
Advertisements