લોકશાહીની મજાક ની પેઢીઓ।……….ગીત
==============
આવો આ પાચવર્ષનું પેકેજ લઇ જાવ
ઉગી નીકળ્યા ચુંટણી ટાણે
પ્રખર પહેરેદારો પાર્ટી નામે
વહેચાય,ને,વંચાય પ્રજા કાજે
લૂલા વચનો વાણી નામે।……….આવો આ પાચવર્ષનું પેકેજ લઇ જાવ

આવો આ પાચવર્ષનું પેકેજ લઇ જાવ
ભૂખ્યા પેટે વૈતરાનું નૂતરું લઇ જાવ
લોકશાહી એક ,માલિકો અનેક,આવી જાવ
વેચાય છે બિચારીનાં લીલામ નામાં લઇ જાવ…..આવો આ પાચવર્ષનું પેકેજ લઇ જાવ

એક વખત ભરમાઈ જાવ
મહોર મારી બંધાઈ જાવ
આશ્વાસનો સૌ લઇ જાવ
નેતાને રળવાનું શસ્ત્ર દઈ જાવ….આવો આ પાચવર્ષનું પેકેજ લઇ જાવ

દેશ લુંટવાનાં અભય વચનો દઈ જાવ
ભૂખ્યા પેટે કર ભરણાં પત્રક લઇ જાવ
સમાજ  સેવા છોડી નેતાની સેવામાં લાગી જાવ
સેવા નામે નેતાએ કરેલ સૌ  કૃત્યો  ભૂલી જાવ….આવો આ પાચવર્ષનું પેકેજ લઇ જાવ
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

Advertisements