સચ્ચાઈ ચાપલુંસીને 36 નો આંક
=================
ભૈ સમયને શું દેવો દોષ વિના રોક ટોક નિરંતર દોડે
નિશ્ચિત અવધિનો નર દોષ ભાવે તેનાં કાન આમળે

ફુગ્ગાનો ખેલ ગાંઠ છૂટે ત્યાં લગી,ને,અગણીત અરમાને
આંધળો જુએ ને બહેરો સાભળે સદંતર એવા ચકડોળે

ગાડાનો ભાર બળદ ખેચે, ને ચાલતા કુતરાને થાક લાગે
વળી વૃત્તી પારકા મહેલે ઉતારા કરવાના અભરખા પાળે

સચ્ચાઈ ચાપલુંસીને 36 નો આંક સાત સાધે ને તેર તૂટે
ટોળાનો સ્વાભાવ સત્યને રીબાવી સેતાની પગ પખાળે
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
[ 21 /4 /2016 વોશિગ્ટન યુ એસ એ ]

Advertisements