હવઈ બીચ ની સવાર
=======
સમદરે મોઝાં ઉછળે
ખલાસી હોડી સજાવે

તરંગો તજગી લાવે
કિરણો નસીબ બાંધે

વહાણો કિનારો છોડે
તરવૈયા તરવા નીકળે

બિચ કાંઠે સવારે સ્વાથ્યે
અધ ખૂલાં વદને પરીઓ

માછ્વારો રોટીની દિશાએ
શઢને જોતરે દૂરની ક્ષિતિજે

નિયમ બદ્ધ બજારોની ભાષા
ફિક્સ ભાવે જીવન અભિલાષા

કાર્ય મગ્ન ને વફાદારી કર્મની રળે
ન અર્ધ જ્ઞાને જન કોઈ જોવા મળે
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
3/7/2016 હવાઈ અલોહા યુ એસ એ

Advertisements