ભૂખી સરહદોની કલ્પના [ ઝલલ ]
===========
દુનિયા રણકે , માળા મણકે
વાંધે વિચારે સંધુ જન ધડકે

નદી નાળાં સમદર નકશે ટપકે
બાઉન્ડ્રી વિકાસે લશ્કર ભડકે

આશાઓની ધરપત ભૂખે તડપે
ગન બંદુકે વિનાશી ઘંટડી રણકે

જગ મધ્યે નિત્ય નવાં બ્યુગલ દણકે
શાંતિ અહિંસા નવાં રૂપે ફાલ ઝડપે

ફુગ્ગો હવામાં કે ફુગ્ગામાં હવા સંધુ શંકાએ
ભૂખની ફેક્ટરી ધમધમે પાણી પરપોટે
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
[16/5/2016 કિર્કલેન્ડ વોશિગ્ટન યુ એસ એ ]
રીવાઈજ

Advertisements