સ્વમાન બચાવ
===========
સમજણે એવું થતું કે પથ્થર મારવો નહિ
સાપ સસુન્દરને ગળતો હોય તો શું કરવું ?

માખણ ખઈ જાય છાછમાંથી ફોદા કહી
છતી આંખે પાટા બાધી શું જોયા કરવું?

એક ગાલે તમાચો પછી બીજો ધરવો એવું ?
ક્ષેત્રને ચોરોની શક્તિનું પરીક્ષણ કેન્દ્ર કહેવું ?

નિર્બળની અબળા બિચારી થયાનાં કારણ
સ્વમાને કરડવું નહિ પણ ફૂફાડે તો જવું
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
[ 26/5/2016 કિર્ક લેન્ડ વોશિગ્ટન યુ એસ એ ]

Advertisements