આતંકી હસ્તે અણુબોમ્બની લગામ હવે બાકી
========================
તૃષ્ણા પ્રસરતી ફેલાતી લોહી તરસી ધર્માન્ધતા
એધાણ મળ્યાં બદબૂનાં ભૂખી થઇ છે માનવતા

મોહન-જો-ડેરો– હ્ડપ્પાની હયાતી હતી બોલતી
સંકૃતિ હતી અજોડ જગે દુર્બળતાએ દીઠી વિલસતી

સ્વાર્થે કોતરી ખાધા તળિયાંના હતા ચોપડાઓ
જયચંદો મળી વિદેશીઓથી લડ્યાનાં ઇતીયાસો

રમત આંટી ગુન્ટીની બાજીને સરદારીએ ન સમજી
માંહે માંહે લાડાવ્યાની કહાનીએ હતી યુદ્ધ નીતિ

ધર્મ નામે કરવા કઢંગો ચહેરો જગનો હોડ જામી
આંતકવાદી હસ્તે અણુબોમ્બની લગામ હવે બાકી
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઈઝ્ડ ,,રિવાઈઝ્ડ 11/6/2016
[ કિર્કલેન્ડ વોશિગ્ટન યુ અસે એ ]

Advertisements