કોણ કહેછે કિંમત નથી અનંતની
================
પાટી પેન ની આ કવાયત
લખાતી ભુસાતી હિદાયત

મોઝા ઉછળી શાંત કાંઠે અથડઆઈ
નિત્ય ક્રમ રાખે દરિયાની આ દરિયાઈ

ટાપ ટીપ રાખે મલાજાની વફાઇ
ધોયા પછી ના કપડાની સફાઈ

છેલ્લા પડાવની કડી શરૂઆતથી
અને અંતની શરૂઆત છે અંતથી

કોણ કહેછે કિંમત નથી અનંતની
મફતની હવાના સ્વાસ આપ્યા ગણીને
===પ્રહલાદભાઈ પ્રજાપતિ
18/6/2016 કિર્કલેન્ડ વોશિંગટન યુ અસે એ

Advertisements