કઈ પેઇડ મીડિયા હાઉસ
=============
કઈ મીડિયા બિકાઉ અને ધંધાદારી ટોળી છે
લોકતંત્રની આઝાદી નામે પરતંત્રની ઝોળી છે

વિદેશી હાથે રમતી પૈસા કમાતી કઠ પૂતળી છે
જયચંદ ને શરમાવે એવી દેશની શઠ મંડળી છે

બુદ્ધિનું દેવાળું ને તર્કના ઉધાર પાસાનું કીડિયારું
વાહ ઝમીર ને દેશ વેચી ખાવાનું એક ભઠીયારુ
===પ્રહલાદભાઈ પ્રજાપતિ
29/6/2016 કિર્કલેન્ડ વોશિંગટન યુ અસે એ

મીડિયાની વિના ખબરે શાંતિ
==========
જેવી સમાચારોને વાચા મળે અહીં મીડિયાની
સન સનાટી મચાવે અંધ બનાવે આમજનતાને

પીવડાવે જ્ઞાનીઓને ગુનાખોરી બુદ્ધિની બલિહારીએ
ને, પંડિતાઈને ઠેબે ચડાવે મૂર્ખ તર્ક દઈ આમજનતાને

શ્વાસોને શું ખબર હયાતી વિશે અહીં આત્માની
સમજણની ઘેર હાજરી મોતનું કારણ આપે જનતાને

નીરજીવે કાયમી શાંતિ અનંત બ્રહ્માંડે આદિ અંતને
દુનિયા હચમચાવે શ્વાસો મીડિયા સમજણે જનતાને
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝડ જોગાનું જોગ 29/6/2012
29/6/2016 કિર્કલેન્ડ વોશિંગટન યુ અસે એ

Advertisements