શ્રદ્ધા ને શબ્દોની માયા
=======
શબ્દોમાં વિશ્વાસની લાગણી ભેળવી જ્ઞાનની ચાપલુસીએ કરી જુગારી
ઘણાં મોલવી પાદરી સંત,બાપુ,આચાર્ય,છે અંધશ્રદ્ધા વાહકના સારથી

માલે તુજાર બની વૈભવ ભોગવે છે પણ કર્મની મતિ ન્યારી નિરાકારી
શ્રોતાઓ સમજી વિચારી પાણી ભેળવેલું દૂધ પીએ નિખારી નિખારી

અહીં કોઈનું કાંઈ ઉપજતું નથી ને માત્ર કર્મ નાં ધાર્યાં પડે છે નિશાન
મોટા કાયમી સત્યને કાજે ભલે ને હજારો અલ્પ સત્યનાં દેવાં પડે દાન
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ [રિવાઇઝડ ઓન 19 /7 /2016 ]
કિર્કલેન્ડ વોશિંગટન યુ અસે એ

Advertisements