હવાના બળ વિશે
===========
પ્યાસના કોયડા ઉકેલે ઝોઝ્વાના જળ ?
ભલે ને દોડતાં રહ્યા,રણના સહારે હરણ

ગયું હશે ઝાડમાંથી ? જ્યારે ખરી ગયું પાન
બહુ હસતી’તી ને ,કુંપળ,તું, ખરતું જોઈ પાન

પાણીમાં પાણી, માટીમાં માટી હવાનું શું ?
ફુકાવું છોડી જતી,પવનની દિશા,તું જા ણે શું ?

હવામાં જીવ કે જીવમાં હવા થશે, નક્કી ?
હરદમ ઘુટાયુ રહસ્ય, દ્વાર,બે તારાં જિંદગીં

થાય છે પરપોટે પાણીમાં હવા બંદ, જળનું શું ?
પટાક દૈ ફુટે, કરવા આક્રંદ હવાના બળનું શું ?
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝડ ઓન 22 /7/ 2016
કિર્કલેન્ડ વોશિંગટન યુ અસે એ

Advertisements