પાનખર ઘુસી ગઈ ઘરમાં ……….[ ગીત ]
=============
ઘર છોડી ને વગડે ગયો
પાનખર ઘુસી ગઈ ઘરમાં
વાસંતી પોદ્ડો ખરી ગયાનાં
પાનખર ઢંઢેરો પીટે મલકમાં
ઉઠેલા ઉમંગ ને પારખવા
નાખ્યા પડાવ અહીના ધામમાં
ઘર છોડી વગડે ગયો
પાનખર ઘુસી ગઈ ઘરમાં

ખેતરે લૂમઝૂમ તરવરતા મોલની
યુવાની મ્હેકી રહ્યા આખા મલકમાં
ઉભરતા જોબનિયા ને તરવરતી
યુવાનીને પરવાહ નોતી કોઈ વાતમાં
ઘર છોડી વગડે ગયો
પાનખર ઘુસી ગઈ ઘરમાં

છોડી મુક્યો વરસો સમયની તકરારમાં
હ જીએ ઓંખ ડોકિયો કરે પરસાળમાં
સમયની કરવતે ચડી ગયાં સ્વપ્નો
ઉપાડે કપાયાં આયખાનાં ગાણાં
મોર્યાં સોનેરી સ્વપ્નોનાં ઉઠામણાં
ઘર છોડી વગડે ગયો
પાનખર ઘુસી ગઈ ઘરમાં

ઉબડ ખાબડ રસ્તે ઘસાઈ સુવાલપાયા
વર્ષાએ સૂકાયાં સ્વપ્નોને પોગર્યો બાળાપો
ભર ચોમાસે હુએ ફેરવાતો જાઉં વૈશાખમાં
વરસાદી વાછટની જ્વાળાએ બળુ અષાઢમાં
ઘર છોડી વગડે ગયો
પાનખર ઘુસી ગઈ ઘરમાં
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝડ ઓન 23 /7/2016
સિએટલ વોશિંગટન યુ અસે એ

Advertisements