જર્ક નો અર્ક ફળે છે મર્દને
===============
જુદા જુદા રાગમાં એકનું એક ગાણું
ને વાજિંત્રો સમજી ગયા સૌનું ઉખાણું
વેપાર વધી ગયો અહીં પાકમાં દુકાળ જોઈ
ત્રાજવાની દોડી શળે એક બીજા તાગ જોઈ
લક્ષ સાધવાની અર્જુનગિરીમાં હોડ જામી
સ્થિરતા ની પાણીમાં શિક્ષા અભરાઈએ
રહે અસમર્થ તર્ક વિનાનો અર્ક અહીં દર્દને
સર્પના લિસોટે જર્ક નો અર્ક ફળે છે મર્દને
===પ્રહલાદભાઈ પ્રજાપતિ
કિર્કલેન્ડ વોશિંગટન યુ અસે એ
30 /7/ 2016
Advertisements