સત્યની વાત ક્યાં ગળે ઉતરે છે ?
============
આંખને ખબર છે આ આંખ શું કરે છે
ભીતરને શળી પછી દુનિયાને રળે છે

ઈચ્છા આધારે રાહ નાપી જાત વેતરે છે
બે ના અંતરે નિરન્તર નાંખા દાવ દળે છે

સવાલ મોટો એક મેળવે બીજો ગુમાવે છે
સરવૈયુ કરે નફે તોટે ત્રીજો જવાબ મળે છે

ટૂ બી ઓર નોટ ટૂ બી નું સત્ય સૌ જાણીએ
છતાં સનાતન સત્યની વાત ક્યાં ગળે ઉતરે છે ?
===પ્રહલાદભાઈ પ્રજાપતિ
કિર્કલેન્ડ વોશિંગટન યુ અસે એ
3/ 8 /2016

Advertisements