કોઠા યુદ્ધનાં શિક્ષણ
=============
ભાષા વિચારોની એક હોય સમજવાને જયાં
મળે માણસે માણસે વિચારો આ ,એક ક્યાં ?

છે ,ઈશારા નાં વર્તારા અકબંધ ભજવવાને
એ પરીક્ષણો સમજવા મતી દાયરામાં ક્યાં ?

પડવા આખડવાનાં કારણો વર્તનમાં સમાયાં
કોઠા યુદ્ધનાં શિક્ષણ મળે ગર્ભાશયમાં જયાં

જે , છે , એ, નથી,ને ,નથી, એ, છે સંસારમાં
છતાં આ,સત્ય સરળતાથી સમજાય છે ક્યાં ?

હું કરું હું કરું ના વહેમ ભર્યા છે સર્વે મારામાં
થવાનું થયા કરે છે મારામાં એ સમજણ ક્યાં , ?
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
કિર્કલેન્ડ વોશિંગટન યુ અસે એ
રિવાઇઝડ ઓન , 4 /8/2016

Advertisements