દુષ્ટછે ખટપટીયા કુમતિયા ભરમાવે જનાદેશ
===========
દિ ‘ઉગશેજ છે નીર્ધાર લૈ દુન્યવી કસ્મકશી
દુનિયા દારી ધબકેછે લૈ એજ અજમનજસી

ઉદભવે વિચારે નિરંતર પજવણ છે અવિરત
ને લૈ ઉત્તર બંધ મુઠ્ઠીનાં પરિણામ અનિશ્ચિત

મહેલો બંધાય ભૂગર્ભે નૈ ઈંટ નૈં દીવાલ લૈ નિશાન
લૈ પ્લાંન વિનાશી રચાયું મંડળ અસ્તિત્વે નિદાન

ઈરાદાનો ફુગ્ગો ફૂટેછે લૈ ભેદ પૂછે નામ અનામ
પાથરી જાળ વિનાશી દુષ્ટે લૈ મનસૂબા બદનામ

આ રાજ રમતની આંધીને નૈં રૈયતની રખવાળી
છે પ્રજા ધર્મ ભૂલી જામી કુકર્મોની યાદવાસ્થળી

ડાહી ન જાય સાસરે ને ગાડીને આપે ઉપદેશ અહીં
દુષ્ટછે ખટપટીયા કુમતિયા ભરમાવે જનાદેશ અહીં

સત્તાનું લોહી ચાખ્યા પછી બોખલાયા સાંઢ અહીં
એનકેન પ્રકારેણ બેબાકળી થૈ ભેગી ટોળી એકઠી

આ એજ છે દુષ્ઠો મેસમરીઝમ કરી રૈયતને છે લૂંટી
દુઃખ છે બૌદ્ધિકો સ્વઅર્થે જોડાયા નિયત લૈ જૂઠી
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝડ ઓન 1 / 9 /2018