લગ્ને લગ્ને  જુવારાં………… [ ગીત- ]
==============
ખીલે ઘડપણ ત્રણ પગે
યુવાની ઉંબરા  કુદે  બે પગે
સાક્ષી નવોઢાની ધારે  ઘરનો કારોબાર
ચોકમાં, જુવાનીઓ  ધણ ઘણે
લાકડી  ઘર ના ખુણો શોધે
વડીલ ઝૂલતાં ઘોડિયાંની દોરીના દાવેદાર
મઝિયારુ તૂટે  ટુકડે ટુકડે
સાસુ વહુ ના  ફેર ફેર ફેરા ફરે
નણન્દ ભોજાઈ ના  મ્હેણા ટાંણે વિસ્તાર
ગ્રહ્શાન્તિ અશાંતિના એક્ડા  ઘૂંટે
માણેક સ્તંભના અસ્થિ ચડ્યાં અડફેટે
સાથિયો સાધે  ક્રોસ લાકડીએ વહેવાર
રિસાયાં  ભાણાં એક રસોડે
મજિયારું ગાય  મીલકતનાં જુવારે
મારા તારાની વહેંચણીમાં ઘરનું ફરે  ચગડોળ
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝડ ઓન 17/9/2016
Advertisements