શ્વાસ ની હત્યા
=========
વિશ્વાસમાં શ્વાસે શ્વાસનો સત્યાગ્રહ
જડતા નિષ્ઠુરતા ને અહમ્નો આગ્રહ
કારણો વગરના કારણ રાજ કારણ
ગંદી હકીકતને રાજનીતિનું જાગરણ
 પોલીટીક્સની પરાકાષ્ઠાએ વિધાન
પર  દીવે જાતનું ભોગવે  અનુષ્ઠાન
ડર્ટી પોલીટીક્સનું ખુદે અભિયારણ
મગર આંસુ  ભીની આંખે પારાયણ
છલ કપટ  જૂઠની કૂટ નીતિ ધખ ધખે
સત્ય ઠરીને ઠામ તળિયે  બેઠું નિરાંતે
=== પ્રહેલાદભાઈ પ્રજાપતિ
Advertisements